• રવિવાર, 26 એપ્રિલ, 2026

મણિપુરમાં ફરી હિંસા : હવે નગા અને કૂકી વચ્ચે ખૂનખરાબો

જૂથ અથડામણમાં ભીષણ ગોળીબારમાં ત્રણનાં મૃત્યુ: શાંતિની માગણી સાથે હજારોની મુખ્યમંત્રી આવાસ ભણી કૂચમાં સુરક્ષાદળો સાથે ઘર્ષણ

નવીદિલ્હી, તા.2પ: મણિપુરનાં ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભભૂકી ઉઠી છે. ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં કમસેકમ ત્રણ લોકોનાં મૃત્યુ નીપજ્યા છે. જેના હિસાબે રાજ્યમાં તનાવ સર્જાઈ ગયો છે. જેમાં આજે રાજ્યમાં સ્થાયી શાંતિની માગણી સાથે હજારો પ્રદર્શનકારીઓએ ઈમ્ફાલમાં મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરી ત્યારે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થઈ ગયું હતું. જેમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ અશ્રુવાયુનાં ગોળા છોડવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય ઘર્ષણ ચાલી રહ્યું છે. આ મધ્યે હવે ઉખરુલમાં નગા અને કુકી સમુદાય વચ્ચે પણ હિંસાની ઘટના સામે આવી છે. શુક્રવાર સવારે ઉખરુલ જિલ્લાનાં સીનાકેઈથેઈ ગામ પાસે તાંગખુલ નગા અને કુકી સમુદાયનાં સશત્ર જૂથો વચ્ચે ભયાનક ગોળીબાર શરૂ થયો હતો. આ હિંસક અથડામણમાં જિલ્લાની શાંતિ પણ હણાઈ ગઈ હતી.

નગા સંગઠન તાંગખુલ નગા લોંગ(ટીએનએલ) તરફથી આરોપ મૂકવામાં આવ્યો હતો કે, સોઓ (સસ્પેન્શન ઓફ ઓપરેશન) હેઠળ આવતાં કુકી ઉગ્રવાદીઓની ગતિવિધિનાં કારણે ક્ષેત્રમાં અશાંતિ પેદા થઈ છે જ્યારે  નગા વિલેજ ગાર્ડ ગિશ્ત લગાવતા હતાં ત્યારે કુકી ઉગ્રવાદીઓએ તેમની ઉપર ઘાત લગાવીને હુમલો કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક