નવી દિલ્હી, તા. 25 : લખનઉના ઈકાના સ્ટેડિયમમાં આવતીકાલે બીજા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટસ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જોવા મળશે. આ મુકાબલામાં બન્ને ટીમ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવંત રાખવાની કોશિશ કરશે. બન્ને ટીમ માટે મુકાબલો કરો યા મરો જેવો છે કારણ કે બન્ને માટે વર્તમાન સ્થિતિ અલગ છે. લખનઉ સતત ચાર હારથી સંઘર્ષ કરી રહી છે અને પોઈન્ટ ટેબલમાં નીચે જઈ રહી છે. જ્યારે કોલકાતાની ટીમ સીઝનમાં પહેલી જીત નોંધાવ્યા બાદ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.
લખનઉ
માટે બેટિંગમાં નિરંતરતાની કમી સૌથી મોટી ચિંતાનો વિષય છે. મિચેલ માર્શ અને આયુષ બદોનીની
જોડી ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહી છે. જેનાથી કેપ્ટન ઋષભ પંત ઉપર દબાણ વધ્યું
છે. નિકોલસ પુરન, એડન માર્કરમ, મુકુલ ચૌધરી અને હિંમત સિંહના મધ્યક્રમે અમુક વખત સારૂ
પ્રદર્શન કર્યું છે પણ પ્રદર્શન દરેક મેચમાં જાળવી શકાયું નથી.
આ
દરમિયાન કોલકાતાએ હારનો સિલસિલો તોડીને આશા મેળવી છે. કેપ્ટન અજિંક્ય રહાણે, ટિમ સીફર્ટ
સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવવાની કોશિશ
કરશે. જ્યારે ફિન એલન અને સુનીલ નારાયણ જેવા વિકલ્પ ટીમના શીર્ષ ક્રમને વધારે મજબૂત
બનાવે છે. બેટિંગની મુખ્ય જવાબદારી મોટા અંશે યુવા ખેલાડી અંગકૃષ રઘુવંશી ઉપર રહેશે.
જે નિરંતર સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તેનો સાથ કેમરન ગ્રીન આપી રહ્યો છે. કોલકાતાની
બોલિંગ પહેલા ચિંતાનો વિષયક હતી. જો કે ગયા મેચમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. વરુણ
ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ મહત્વની વિકેટ લીધી છે. જ્યારે વૈભવ અરોડા અને નારાયણે
બોલિંગમાં નિયંત્રણ અને વિવિધતા પ્રદાન કરી છે.