• રવિવાર, 26 એપ્રિલ, 2026

હરભજન અને અશોક મિત્તલ ઉપર ભડક્યા આપ કાર્યકરો

અશોક મિત્તલની યુનિવર્સિટી અને હરભજનનાં ઘરની દીવાલે લખ્યું ગદ્દાર

ચંડીગઢ, તા. 25 : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ દ્વારા પક્ષ છોડવામાં આવતા ગુસ્સો જોવા મળી રહ્યો છે. શનિવારે પંજાબમાં આપના કાર્યકરો દ્વારા હરભજન સિંહના જાલંધર સ્થિત આવાસે દિવાલ ઉપર ગદ્દાર લખ્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

પંજાબથી રાજ્યસભા સાંસદ હરભજન સિંહ શુક્રવારે રાઘવ ચઢ્ઢાનાં નેતૃત્વમાં ભાજપમાં સામેલ થયો છે. જેને લઈને પંજાબમાં આપ કાર્યકરો ઉશ્કેરાયા છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જાલંધર સ્થિત હરભજન સિંહના આવાસે અમુક કાર્યકરો એકત્રિત થયા હતા અને મકાનની દીવાલ ઉપર સ્પ્રે પેન્ટથી ગદ્દાર લખ્યું હતું. આ દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકવાની કોશિશ પણ કરી હતી. બ્લેક સ્પ્રે પેન્ટથી આપ કાર્યકરોએ અંગ્રેજી અને પંજાબીમાં ગદ્દાર લખ્યું હતું. આવો જ બનાવ અશોક મિત્તલ સાથે બન્યો હતો. અશોક મિત્તલની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ગેટની બહાર મોટી સંખ્યામાં આપ કાર્યકરો પહોંચ્યા હતા અને ગેટની બહાર પંજાબનો ગદ્દાર એવું લખ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક