• રવિવાર, 26 એપ્રિલ, 2026

પોરબંદર નજીક ડમ્પર અડફેટે યુવાનનું મૃત્યુ

ડમ્પર ચાલકે બેફિકરાઈથી વાહન પાછળ લેતા ઘટના બની, ડમ્પરમાં બે અલગ અલગ નંબર પ્લેટ હોવાનો આક્ષેપ

પોરબંદર, તા.25 : પોરબંદરના સીમરથી કંટોલિયા જતા રસ્તે ફૂલ સ્પીડમાં રિવર્સમાં આવી રહેલા એક ડમ્પર ચાલકે બાઇક સવાર 43 વર્ષીય ભાવેશભાઈ ચનાભાઈ ચૌહાણને અડફેટે લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. ભાવેશભાઈ સોઢાણાથી આવેલા તેમના માસી રાંભીબેનને મૂકવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં ઉભેલા ડમ્પરે અચાનક 20-25 ફૂટ પાછળ રિવર્સ લઈને બાઇકને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં ડમ્પરનું ટાયર ભાવેશભાઈ પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે અકસ્માત સર્જનાર ડમ્પરની આગળની નંબર પ્લેટ પર ઋઉં-10-ણ-8356 અને પાછળના ભાગે ઋઉં-25-ઝ-9755 એમ બે અલગ-અલગ નંબર લખેલા હતા, જે અંગે બગવદર પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક ભાવેશભાઈના પિતાનું માત્ર 19 દિવસ પહેલા જ અવસાન થયું હતું અને પિતાના શોક વચ્ચે જ પરિવારના અન્ય એક સભ્યનું અકાળે મોત થતા કંટોલિયા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક