પ્રેમજાળમાં ફસાવી વીડિયો ઉતારી લીધા, યુવા વેપારીની પોલીસ ફરિયાદ
મોરબી, તા.31 : મોરબીમાં રહેતા
યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ફોટો વીડિયો ઉતારી દુષ્કર્મ કેસમાં
ફસાવી દેવાની ધમકી આપી રોકડ સહિત 19 લાખ પડાવ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ ટંકારા તાલુકાના નસીતપર હાલ
મોરબી નંદભૂમિ એરપાર્ટમેન્ટમાં રહેતા 31 વર્ષીય રજતભાઈ ભીમજીભાઈ ઝાલરિયા નામના અનાજ
કરિયાણા દુકાન ચલાવતા વેપારીએ આરોપી કાજલકુમારી રામજીભાઈ મહતો ચૌહાણ રહે ગુડગાંવ હરિયાણા,
કાજલના પતિ તરીકે ઓળખ આપનાર સંજય અને પોલીસનું ખોટું નામ ધારણ કરી ધમકી આપનાર વિરુદ્ધ
ફરિયાદ નોંધાવી છે કે બે અઢી વર્ષ પૂર્વે મોરબી શનાળા રોડ પર આવેલ ઓસમ સ્પા ખાતે પ્રિયા
નામની છોકરી સાથે સંપર્ક થયો હતો
અને ફરિયાદીને મિત્રતા થતા તેનું સાચું નામ કાજલકુમારી
રામજીભાઈ મહતો ચૌહાણ હોવાનું જણાવ્યું હતું
યુવતીએ રૂ 1 લાખ ઉછીના માંગ્યા
હતા, બાદ વતનમાં ઘર બનાવવાનું કહીને રૂ 4,50,000 લીધા હતા અને સાતમ આઠમ સમયે કાકીને
પૈસાની જરૂર હોવાનું કહીં રૂ 50 હજાર અને 20 હજાર માગતા બેન્ક ખાતામાં જમા કર્યા હતા
બાદમાં લગ્નની લાલચ આપી જેથી
તેને એક જોડી બૂટી રૂ. 1,30,000 અને સોનાનું બ્રેસલેટ રૂ 45 હજાર અને બે સોનાની વીંટી
23,500ની લઈ આપી હતી માર્ચ 25માં રૂ. 70 હજાર અને ઓગસ્ટ માસમાં 90 હજારના મોબાઇલ લઈ
આપ્યા હતા 17-11-25 ના રોજ પૈસા માગતા બેન્ક ખાતામાં 1,60,000 ટ્રાન્સફર કર્યા હતા
તેમજ બીજા રૂ. 1,50,000 ટ્રાન્સફર કર્યા હતા કાજલે લગ્નના વાયદા આપી રોકડા સહિત કુલ
રૂ 19 લાખ પડાવી લીધા હતા અને તે કામ મૂકી વતનમાં જતી રહી અને ફોનમાં ઉદ્ધત વર્તન કરતી
હતી. પૈસા અને સોનાના દાગીનાની માગણી કરતા ન્યૂડ ફોટો વીડિયો છે કહીને ધમકી આપી હતી. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ
ચલાવી છે.