શ્રેયસ
અય્યર નવો T-20 કેપ્ટન બનશે : ગિલ પણ રેસમાં
નવી
દિલ્હી તા.3: પોતાની કપ્તાનીમાં ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવને
બીસીસીઆઇએ કપ્તાન પદેથી હટાવી દીધો છે. જો કે બીસીસીઆઇ તરફથી આ મતલબની સત્તાવાર જાહેરાત
થઇ નથી, પણ બોર્ડના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. આગામી ઈંગ્લેન્ડ-આયરલેન્ડ પ્રવાસમાં
ટી-20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે હશે નહીં. તેના સ્થાને લગભગ શ્રેયસ
અય્યર નવો ટી-20 કેપ્ટન બનશે.
એક
સમયનો નંબર વન ટી-20 બેટર સૂર્યકુમાર યાદવ પાછલા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે. ટી-20
વર્લ્ડ કપ બાદ આઈપીએલમાં પણ તેના બેટમાંથી રન નીકળ્યા ન હતા. બીસીસીઆઇના સેક્રેટરી
દેવજીત સૈકિયાએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેકટર અજીત અગરકર સાથે ચર્ચા કરી આ નિર્ણય
લીધો હોવાના રિપોર્ટ છે. 3પ વર્ષીય સૂર્યકુમાર યાદવના સ્થાને બીસીસીઆઇ 2027ના ટી-20
વિશ્વ કપમાં ઉતરવા માંગતી નથી. જે પણ એક કારણ છે. શુભમન ગિલ પણ કપ્તાનપદની રેસમાં છે.