• સોમવાર, 06 જુલાઈ, 2026

રામમંદિરના પાપીઓને સજા થશે : ભાગવત

સંઘ સુપ્રીમોની પહેલીવાર ચેતવણી : આ મહાપાપ,  કોઇને છોડાશે નહીં

નાગપુર, તા. 5 : રામમંદિર ચડાવા ચોરીના પ્રકરણ પર પહેલીવાર બોલતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુપ્રીમો મોહન ભાગવતે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, મંદિરમાં ચોરીના મહાપાપના દોષીઓને છોડાશે નહીં.

નાગપુરમાં રવિવારે પત્રકારો સાથે વાત કરતાં ભાગવતે જણાવ્યું હતું કે, ગઇકાલે જ સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ આ મુદ્દે આખું નિવેદન આપ્યું છે. આપ તેને જ જોઇલ્યો.

રામલલાના દરબારમાં થયેલી હેરાફેરીને અત્યંત નિંદનીય લેખાવનાર હોસબોલેની ટિપ્પણીને સંઘ વડાએ  સમર્થન જાહેર કર્યું હતું.

નાગપુરમાં ‘સન્માર્ગ માઇન્ડ વેલનેસ’ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કહ્યું હતું કે, બાળકોમાં હતાશા બેહદ ચિંતાજનક છે.

ભાગવતે ચેતવણી આપી હતી કે, વધુ પડતા ક્રીન ટાઇમ અને પરિવારોમાં વડીલોના માર્ગદર્શનના અભાવે બાળકો માનસિક રીતે કમજોર બની રહ્યા છે.

બારમા ધોરણમાં ફેઇલ થયા એટલે તરત આત્મહત્યા કરી લીધી. બાળકોના મગજ આવી હાલતમાં કેમ પહોંચ્યા, તેવો સવાલ તેમણે કર્યો હતો.

આવી નબળી માનસિક સ્થિતિ માટે  માવતરની વ્યસ્તતા અને નાની વયે જ હાથમાં મોબાઇલ પકડાવી દેવાની કુટેવ જવાબદાર છે.  

 

બે કરોડની ચોરીનો ખુલાસો

રામ મંદિરમાં દાનની ચોરીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જે ચેટ્સને આરોપીઓઁએ હંમેશા માટે ડિલીટ થઈ ચુકેલી સમજી હતી, તે જ ચેટ્સ મોટો પુરાવો બની રહી છે. અયોધ્યા પોલીસે સાઈબર સેલની મદદથી આરોપીઓના મોબાઈલનો બેકઅપ ડેટા મેળવ્યો છે. જેમાં બે કરોડ રૂપિયાથી વધારેની ચોરીના પુરાવા મળ્યાનું સૂત્રોમાંથી સામે આવ્યું છે.

 

રામમંદિર ચોરીથી ભાજપના મતદારોના ભરોસાને અસર

અયોધ્યાના રામમંદિરમાં દાન-ચડાવાની ચોરીના બહુચર્ચિત પ્રકરણ પર રાજકીય ઘમસાણ વચ્ચે એક સર્વેક્ષણમાં થયેલા ખુલાસાએ સત્તારૂઢ ભાજપને વિચાર કરવાની ફરજ પાડી દીધી છે. સી-વોટર સહિત અનેક સર્વેક્ષણોમાં તારણ અપાયું છે કે, ભાજપના સૌથી વફાદાર મતદારો પર ચડાવા ચોરીની અસર પડતી જોવા મળી છે. એનડીએના 53.7 ટકા મતદારોનું માનવું છે કે, રામમંદિરમાં ચોરીથી તેમનો ભરોસો પ્રભાવિત થયો છે.  ભક્તો આ ઘટનાને માત્ર આર્થિક અપરાધ નહીં, પરંતુ ધાર્મિક આસ્થા સાથે થયેલા ગંભીર વિશ્વાસઘાત રૂપે જુએ છે.

 

કેજરીવાલ, પ્રિયંકાની પૂછપરછ થાય : વીએચપીની માગ

અયોધ્યાનાં રામ મંદિરમાં દાન ચોરી મામલે વિપક્ષ સતત સરકાર ઉપર પ્રહાર કરી રહ્યો છે. આ દરમિયાન વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે રામ મંદિર મામલે તપાસ કરી રહેલા અધિકારીને પત્ર લખ્યો હતો. જેમાં કહ્યું છે કે સાર્વજનિક રૂપથી આરોપ મૂકી રહેલા વિપક્ષી નેતાઓને તલબ કરવામાં આવે અને તેમના દાવાઓને સાબિત કરવા આદેશ કરવામાં આવે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વેરાવળનાં સ્મશાનની ગેસ ભઠ્ઠી સપ્તાહથી બંધ : મૃતદેહનો મલાજો ન જળવાતા કચવાટ July 06, Mon, 2026