• સોમવાર, 06 જુલાઈ, 2026

પેટ્રોલમાં ઈથેનોલથી ભારતે બચાવ્યા 1.90 લાખ કરોડ

સરકારે જાહેર કર્યો રિપોર્ટ : ખેડૂતોની કમાણી વધવાની સાથે કાર્બન ઉત્સર્જનમાં આવ્યો ઘટાડો

નવી દિલ્હી, તા. 5 : ભારતના ઊર્જા ક્ષેત્ર અને પર્યાવરણ સુધારની દિશામાં ‘ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈબીપી)’ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી ક્રૂડની આયાત ઓછી કરીને દેશના વિદેશી હુંડિયામણને બચાવવામાં આવ્યું છે અને પ્રદૂષણ ઓછું કરીને ખેડૂતોની આવક વધારવામાં પણ ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.

સરકારી આંકડા અનુસાર વર્ષ 2014-15થી લઈને મે 2026 સુધી પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાના અભિયાનથી દેશને 1.90 લાખ કરોડ રૂપિયાથી વધારેના વિદેશી હુંડિયામણની બચત થઈ છે. આ દરમિયાન ભારતે 310 લાખ મેટ્રીક ટન વિદેશી ક્રૂડને બદલે સ્વદેશી ઈથેનોલનો ઉપયોગ કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત પોતાની જરૂરીયાતના 88.5 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરે છે. તેવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં થતા ફેરફાર અને સંકટથી બચવા માટે ઈથેનોલ બ્લેન્ડિંગ સરકારની સૌથી મોટી પ્રાથમિકતામાંથી એક છે. આ ઉપરાંત કાર્યક્રમનો સીધો ફાયદો ખેડૂતોને મળે છે. શેરડી, મકાઈ અને તુટેલા ચોખાથી બનતા ઈથેનોલના કારણે ખેડૂતોને 1.6 લાખ કરોડથી વધારેની કમાણી થઈ છે. આ ઉપરાંત પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી દેશમાં 930 લાખ મેટ્રીક ટનથી વધારે કાર્બન ઉત્સર્જન ઓછું થયું છે. જે ભારતના સ્વચ્છ ઊર્જાના સંકલ્પને મજબૂત કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વેરાવળનાં સ્મશાનની ગેસ ભઠ્ઠી સપ્તાહથી બંધ : મૃતદેહનો મલાજો ન જળવાતા કચવાટ July 06, Mon, 2026