કેનેડાની સફર સમાપ્ત: મોરક્કોનો 3-0થી જોરદાર વિજય
7 ગોલ
કરી એમ્બાપે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીની બરાબરી પર
ફિલાડેલ્ફિયા/હ્યુસ્ટન
તા.પ: સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપેના પેનલ્ટી ગોલની મદદથી પરાગ્વેને હાર આપી ફ્રાંસનો
કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ થયો છે. જયારે લડાયક મોરક્કોએ સહયજમાન ટીમ કેનેડા વિરૂધ્ધ
બીજા હાફમાં 3 ગોલ કરી જીત હાંસલ કરી હતી અને અંતિમ-8માં જગ્યા બનાવી હતી. હવે સેમિ
ફાઇનલમાં પહોંચવા માટે ગુરૂવારે ફ્રાંસ-મોરક્કોની ટકકર થશે. પાછલા વર્લ્ડ કપના સેમિ
ફાઇનલમાં બન્ને ટકકર થઇ હતી. ત્યારે ફ્રાંસનો 2-0થી વિજય થયો હતો. આ વખતે બન્ને ટીમ
કવાર્ટરમાં આમને-સામને હશે.
ભીષણ
ગરમી વચ્ચે રમાયેલા રાઉન્ડ-16ના મેચમાં ફ્રાંસ અને પરાગ્વે વચ્ચે કસોકસની ટકકર જોવા
મળી હતી. મેચની નિર્ણાયક ક્ષણ 70મી મિનિટે આવી હતી. રેફરીએ વીએઆરની મદદથી ફ્રાંસને
પેનલ્ટી આપી હતી. કિલિયન એમ્બાપેએ આ મોકો ગુમાવ્યો નહીં અને પરાગ્વેના ગોલકીપર ઓરલેન્ડો
ગિપને થાપ આપીને ગોલ કરી દીધો. 1-0ની આ સરસાઇ અંત સુધી ફ્રાંસ જાળવી રાખવામાં સફળ રહ્યંy
હતું અને પરાગ્વેને હાર આપી કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
એમ્બાપેએ
વર્તમાન વિશ્વ કપમાં સાતમો ગોલ કર્યોં હતો અને ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીની બરાબરી
પર આવી ગયો હતો.
રાઉન્ડ-16ના
પહેલા મેચમાં સહયજમાન ટીમ કેનેડાની સફર સમાપ્ત થઇ હતી. તેની સામે મોરક્કોનો 3-0 ગોલથી
જોરદાર વિજય થયો હતો. મોરક્કો તરફથી સ્ટાર મિડફિલ્ડર અજેદીન ઔનાહીએ બે ગોલ પ0 અને
82મી મિનિટે કર્યાં હતા. જયારે સબસ્ટીટયૂટ ખેલાડી સુફિયાન રહીમીએ ઇન્જરી ટાઇમ (98 મિનિટ)માં
ગોલ કર્યો હતો. આ જીતથી મોરક્કો કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું.