શિવસેના (ઉ)ના સાંસદ સંજય રાઉતનો દાવો
મુંબઈ,
તા. 5 : ઉદ્ધવ ઠાકરે જૂથના સભ્ય અને શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે સનસનાટીભર્યો
દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના એમએલસી ધીરજ લિંગડેને પક્ષ બદલવા માટે રૂા.
20 કરોડની ઓફર કરવામાં આવી હતી. જો કે, ધારાસભ્યએ પોતે આ આરોપનો ઇન્કાર કર્યો હતો.
રાઉતે
આ બાબતની વિસ્તૃત વિગતો આપી ન હતી, તેમણે એ પણ ખુલાસો કર્યો નહોતો કે લિંગડેને કોણે
પૈસાની ઓફર કરી હતી કે કોંગ્રેસના એમએલસી કયા પક્ષમાં જોડાવાના હતા.
રાઉતે
દાવો કર્યો, ‘તમે પાર્ટીના કાર્યકરો, સાંસદો અને ધારાસભ્યોને તમારા પક્ષમાં સમાવવા
માટે લલચાવી રહ્યા છો. એક લિંગડેને 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ મારી જાણકારી
છે.’ તેમણે વધુમાં કહ્યું કે, જેમને ખબર નથી કે ક્યાં અટકી જવું તેમનો અંત ખૂબ જ દુ:ખદ
હોય છે. આ વાત બધા રાજકારણીઓને લાગુ પડે છે.
તેમણે
સાંસદોને પોતાના પક્ષમાં લાવવાના પ્રયાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ ખેલ બંધ
થવો જોઈએ.