• શુક્રવાર, 24 જુલાઈ, 2026

નીટ પેપર લીક સૂત્રધારને ક્લીનચીટ

તપાસમાં કોઈ નક્કર પુરાવા નહીં મળતાં ઈઇઈંએ નિર્દોષ ઠરાવ્યો

નવી દિલ્હી, તા. 23 : જંતરમંતર પર આકરાં બનેલાં આંદોલન વચ્ચે સીબીઆઈ તરફથી નીટ પેપર લીકના માસ્ટરમાઈન્ડ સંજીવકુમાર ઉર્ફે સંજીવ મુખિયાને ક્લીનચીટ આપી દીધી હતી. એજન્સીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, તપાસ દરમ્યાન કોઈ જ નક્કર પુરાવા નહીં મળતાં મુખિયાને નિર્દોષ ઠરાવાયો છે.

બિહાર પોલીસે પ્રારંભિક તપાસમાં સંજીવ મુખિયાને મુખ્ય આરોપી બનાવ્યો હતો. તે લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો, ત્યારબાદ ધરપકડ કરાઈ હતી.

સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નીટ પેપર લીક મામલામાં સંજીવ પર શંકા થઈ હતી. કારણ કે અગાઉ પણ અન્ય પરીક્ષાઓના પેપર લીક મામલાઓમાં તેનું નામ આવ્યું હતું. સીબીઆઈએ પટણાની અદાલતમાં 4પ લોકો વિરુદ્ધ આરોપનામું રજૂ કર્યું હતું, જેમાં સંજીવ મુખિયાનું નામ નહોતું.

સીબીઆઈના જણાવ્યાનુસાર નીટ પેપરલીક મામલાની તપાસ લગભગ પૂરી થઈ ચૂકી છે. સમગ્ર ષડયંત્ર અને તેમાં સામેલ લોકોની ઓળખ કરી લેવાઈ છે. સંજીવકુમાર મૂળ નાલંદાના નગરનૌસાનો રહેવાસી છે. છેલ્લા દોઢ દાયકામાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીકમાં તેનું નામ આવી ચૂક્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક