લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટીની પણ સફર સમાપ્ત
બીજિંગ,
તા.23 : ચાઇના ઓપન સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં આજનો દિવસ ભારત માટે નિરાશાજક
રહ્યો છે. ગત સપ્તાહે જાપાન ઓપનમાં ચેમ્પિયન બનનાર સ્ટાર શટલર પીવી સિંધુ પ્રી ક્વાર્ટર
ફાઇનલમાં હારીને ચાઇના ઓપનની બહાર થઈ છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટીની
પણ સફર સમાપ્ત થઈ છે.
પ્રી.
ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુનો રસાકસી પછી ચીનની ખેલાડી ચેન યુફેઇ વિરુદ્ધ 21-16,
20-22 અને 18-21થી પરાજય થયો હતો. જાપાન ઓપનમાં ચીનની આ જ ખેલાડી સામે સિંધુની જીત
થઈ હતી પણ ચીન ઓપનમાં યૂફેઇએ હિસાબ બરાબર કર્યો છે.
જ્યારે
લક્ષ્ય સેન રાઉન્ડ-16માં કેનેડાના ખેલાડી વી લેઇ સામે 19-21 અને 11-21થી હારી બહાર
થયો હતો. આયુષ શેટ્ટીનો આયરલેન્ડના એન. નાગયન સામે 21-1પ, 13-21 અને 20-22થી હાર થઈ
હતી.