મયંક અને પ્રિંસની 2-2 વિકેટ
હરારે,
તા.23: બોલરોના સામૂહિક શાનદાર દેખાવ બાદ 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની પ્રથમ
ઇન્ટરનેશનલ આતશી અર્ધસદીની મદદથી ઝિમ્બાબ્વે સામેના પહેલા ટી-20 મેચમાં ભારતનો 7 વિકેટે
સરળ વિજય થયો હતો. બ્રિટનના પ્રવાસમાં સળંગ 6 હાર બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી ટી-20
જીત છે. ઝિમ્બાબ્વેના 7 વિકેટે 12પ રનના જવાબમાં ભારતે 13.2 ઓવરમાં 3 વિકેટે 126 રન
કરી 40 દડા બાકી રાખી 7 વિકેટે જીત હાંસલ કરી હતી. 3 મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 1-0થી
આગળ થઇ છે.
ઇન્ટરનેશનલ
ટી-20 ફોર્મેટમાં વૈભવ સાથી નાની ઉંમરે અર્ધસદી કરનારો બેટધર બન્યો હતો. તેણે 18 દડામાં
અર્ધસદી પૂરી કરી હતી. તે 19 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી આતશી પ0 રન કરી આઉટ થયો હતો.
કપ્તાન શ્રેયસ અય્યર 28 અને તિલક 6 રને નોટઆઉટ રહ્યા હતા. અભિષેક 1 અને ઇશાન 3પ રને
આઉટ થયા હતા.
આ
પહેલા ઝિમ્બાબ્વે ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 12પ રન થયા હતા. જેમાં વેસ્લી મઘેવેરેના
39 રન સર્વાધિક હતા. ભારત તરફથી મયંક યાદવ અને પ્રિંસ યાદવે 2-2 વિકેટ લીધી હતી. શિવમ
અને રવિને 1-1 વિકેટ મળી હતી. ડેબ્યૂ મેચમાં અશોક શર્મા વિકેટ મેળવી શક્યો ન હતો.