• શુક્રવાર, 24 જુલાઈ, 2026

શ્રીલંકા વિરુદ્ધના ઞ-19 ટેસ્ટમાં ભારતનો વિજય

કોલંબો, તા.23: ભારતની અન્ડર-19 ટીમનો શ્રીલંકા વિરુદ્ધના બીજા બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં 211 રને ભવ્ય વિજય થયો છે. મેચની ચોથી ઈનિંગમાં શ્રીલંકા ટીમને 472 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જેનો પીછો કરતા શ્રીલંકા અન્ડર-19 ટીમ 260 રને ઓલઆઉટ થઇ હતી. ભારતીય યુવા ટીમ તરફથી લેગ સ્પિનર રોહિત યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ચિગુરુપતિ વૈંકટાને 3 વિકેટ મળી હતી. ભારતીય અન્ડર-19 ટીમ તરફથી બન્ને દાવમાં 3 સદી થઇ હતી. પહેલી ઈનિંગમાં મનલ ચૌહાણે 1પ0 અને કુશાગ્ર ઓઝાએ 111 રન કર્યાં હતા. બીજા દાવમાં લક્ષ્ય રાયચંદાનીએ 100 રન બનાવ્યા હતા. ભારતે પહેલા દાવમાં 411 અને બીજા દાવમાં 3 વિકેટે 208 રન કરી દાવ ડિકલેર કર્યો હતો. બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય યુવા ટીમનો 1-0થી વિજય થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક