ત્રણ ટ્રેન ડાયવર્ટ, સ્ટેશન પર મુસાફરો માટે રેલવેએ નાસ્તા-પાણીની વ્યવસ્થા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી )
અમદાવાદ, તા. 23 ઃ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઇ રહેલા અવિરત વરસાદને કારણે ગુજરાતમાંથી મુંબઇ જતી વંદે ભારત સહિતની 15 ટ્રેનો
રદ અને ત્રણ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરો માટે રેલવે વિભાગે નાસ્તા તેમજ પાણીની વ્યવસ્થા કરી છે.
દહાણુ રોડ અને વલસાડ સેક્શન વચ્ચે સાવચેતીના પગલારૂપે ટ્રેન સેવાઓ આંશિક રીતે સ્થગિત કરવામાં આવી હતી તથા કેટલીક જગ્યાએ ઝડપ મર્યાદા સાથે ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે બ્રિજ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચવાને કારણે, મુસાફરોની સલામતી માટે સાવચેતીના પગલા તરીકે આ સેક્શન પર ટ્રેન સંચાલન અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર રાજધાની - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ - બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ - બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ, અમદાવાદ - વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, વડનગર - વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભુજ - બાંદ્રા ટર્મિનસ એસી એક્સપ્રેસ, અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ, અમદાવાદ - દાદર ગુજરાત મેલ, અમદાવાદ - બોરીવલી એક્સપ્રેસ, ભુજ - બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ, ભુજ - દાદર સયાજી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.