ઉશ્કેરણીજનક
સાહિત્ય સાથે મોલાનાની ધરપકડ કરવામાં આવી હતી
ભાવનગર,
તા. 22: ભાવનગર જિલ્લામાં અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં
આવી રહેલી સંયુક્ત કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન દરમિયાન વરતેજ પોલીસ મથક વિસ્તારમાં આવેલા
સીદસર (શામપરા) ખાતે એક ગેરકાયદે સંચાલિત મદરેસા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ
કેસમાં મોલાના મહમદ સફીક અબ્બાસભાઈ મહેડિયા (ઉં.વ.26)ની ધરપકડ કરી તેમની સામે વિવિધ
કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ
દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ
સામે સતત ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગ્રામ્ય ડિવિઝનના તમામ પોલીસ
મથકોની ટીમ તેમજ એસઓજી શાખાએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીદસર (શામપરા)
વિસ્તારની 25 વારીયા હાઉસિંગ વસાહતમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું
હતું. સ્થળ પરથી મળેલા સાહિત્ય અને અન્ય સામગ્રીની તપાસમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવે,
વિવિધ ધાર્મિક સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચાડે, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન
પહોંચાડે તેમજ રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન થાય તેવા ઉશ્કેરણીજનક લખાણો અને સામગ્રી
મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ આધારે આરોપી મહમદ સફીક અબ્બાસભાઈ મહેડિયા, મૂળ
બાદરગઢ ગામ (તા. પાલનપુર, જી. બનાસકાંઠા) અને હાલ રૂમ નં. 46, 25 વારિયા, સીદસર (શામપરા)
ખાતે રહેતા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ભાવનગર
એસઓજીને સોંપવામાં આવી છે, જે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.