દુબઇ, તા.22ઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધની વન ડે શ્રેણીમાં સારા દેખાવનો ભારતીય કપ્તાન શુભમન ગિલને આઇસીસી બેટિંગ ક્રમાંકમાં ફાયદો થયો છે, પણ તે ફક્ત 1 પોઇન્ટથી ટોચનાં સ્થાનથી દૂર રહી ગયો છે. નવા વન ડે બેટિંગ ક્રમાંકમાં શુભમન ગિલના 801 રેટિંગ
પોઇન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડનો બેટર ડેરિલ મિચેલ 802 અંક સાથે ટોચના ક્રમે છે. બન્ને ખેલાડી વચ્ચે ફક્ત 1 અંકનું અંતર છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ ફાયદો મળ્યો છે. જો કે તેમના ક્રમમાં કોઇ ફેરફાર થયો નથી, પણ રેટિંગ પોઇન્ટ વધ્યા છે. વિરાટ કોહલીના 7પ7થી વધીને 767 પોઇન્ટ
થયા છે અને ત્રીજાં સ્થાને છે જ્યારે રોહિત શર્માના રેટિંગ 744થી વધીને 7પ8 સુધી પહોંચ્યા છે. તે ચોથા નંબર પર યથાવત્ છે. આમ આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં ટોપના પ બેટધરમાં ભારતના ત્રણ સામેલ છે. પાક.નો બાબર આઝમ અને આયરલેન્ડનો હેરી ટેક્ટર એક-એક અંકના ફાયદાથી 6 અને 7 નંબર પર છે. ઇંગ્લેન્ડના જો રૂટે ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને 8મા ક્રમે આવી ગયો છે. શ્રેયસ અય્યર 13મા સ્થાને છે.