ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની
ટીકા કરતાં કહ્યું, પાકિસ્તાનના કટ્ટર વલણ પર નિરાશા
નવી દિલ્હી, તા. 19 : ભારતે ‘ઓર્ગેનાઈઝેશન
ઓફ ઈસ્લામિક કોઓપરેશન’ (ઓઆઈસી) દ્વારા તેની બેઠકમાં ભારત વિરોધી ઉલ્લેખો કરતા પસાર
કરાયેલા ઠરાવોની આકરી ટીકા કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બગદાદમાં યોજાયેલી
ઓઆઈસીના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં અપનાવવામાં આવેલા ઠરાવોમાં રહેલા ભારત વિરોધી
ઉલ્લેખોને ભારત સ્પષ્ટપણે નકારે છે.
ઓઆઈસીએ ફરી એકવાર પાકિસ્તાનના
કટ્ટર એજન્ડાને આગળ વધારવા માટે પોતાનો દુરુપયોગ થવા દીધો છે. ઓઆઈસીના ઠરાવોમાં ભારત વિરુદ્ધ કરવામાં આવેલા અન્ય
મનઘડત અને દ્વેષપૂર્ણ દાવાઓ જેમાં ઈસ્લામોફોબિયા સંબંધિત આક્ષેપોનો પણ સમાવેશ થાય છે.
તે પાકિસ્તાનનો એક નિષ્ફળ પ્રયાસ છે. જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કેન્દ્રશાસિત
પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રાજકીય હેતુથી કરવામાં આવતો પ્રચાર
આ વાસ્તવિકતાને ક્યારેય બદલી શકતો નથી.