નવી દિલ્હી, તા.19: બંધારણનાં
અનુચ્છેદ 21 હેઠળ માસિક ધર્મ સ્વચ્છતાને મૌલિક અધિકારનો હિસ્સો ઘોષિત કરવાનાં નિર્ણયને
કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે વિશે રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશો દ્વારા હજી સુધી
કોઈ જાણકારી આપવામાં આવી ન હોવાથી સુપ્રીમ કોર્ટ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી
હતી.
જસ્ટિસ જે.બી.પારડીવાલા અને આર.મહાદેવનની
પીઠે કહ્યું હતું કે, જો ફેંસલામાં કહેવામાં આવેલી બાબતો ફક્ત કાગળ ઉપર જ સીમિત રહેવાની
હોય તો કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ મૌલિક અધિકારોને લાગુ કેવી રીતે
કરશે?
પીઠે કહ્યું હતું કે, સર્વોચ્ચ
અદાલતે માસિક ધર્મની સ્વચ્છતા એન માસિક ધર્મ સંબંધિત સ્વાસ્થ્યને સંવિધાનનાં અનુચ્છેદ
21નો હિસ્સો જાહેર કરેલા છે. આ અનુચ્છેદ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાની સુરક્ષા સંબંધિત
છે. તા.1 સપ્ટેમ્બરે રાજ્યો અને કેન્દ્રને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, તે અદાલત
દ્વારા ચિહ્નિત કરવામાં આવેલી ખામીઓ ઉપર ધ્યાને આપે અને સુનાવણીની આગામી તારીખ સુધીમાં
તેનાં ઉપર રિપોર્ટ રજૂ કરે. જો કે રાજ્યો કે કેન્દ્ર તરફથી કોઈ જાણકારી આપવામાં ન આવતા
અદાલત નાખુશ થઈ હતી.