ન્યાયતંત્ર
વિરુદ્ધ નેતાઓની નિવેદનબાજી મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું, મામલો સંસદમાં ઉઠાવવો જોઈએ
નવી
દિલ્હી, તા.23: ન્યાયતંત્ર વિરુદ્ધ રાજકીય નેતાઓનાં કથિત વાંધાજનક નિવેદનો સંબંધિત
કેસમાં મહત્વની ટિપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તે રાજકીય પક્ષોને પોતાનાં
એજન્ડા ઉઠાવતા રોકી શકે નહીં.
અરજદારો
તરફથી કોર્ટમાં રજૂ થયેલા વકીલ ગૌરવ ભાટિયાએ દલીલ આપી હતી કે, આ મુદ્દો રાજકીય પક્ષોનાં
એજન્ડાનો નથી બલ્કે ન્યાયપાલિકાની ગરિમા અને ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરતાં નિવેદનોનો
છે.
બે
વકીલો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચ, કોંગ્રેસ, રાહુલ
ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મહુઆ મોઈત્રા, તૃણમૂલ કોંગ્રેસ સહિતને પક્ષકાર બનાવવામાં
આવેલા છે.
સુનાવણીમાં
ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, આ મુદ્દે અરજી દાખલ થયા બાદ પણ બે ઘટના એવી બની હતી જેમાં
પ્રથમ દૃષ્ટિએ અદાલતનાં અનાદરનો મામલો બને છે. અરજીનો ઉદ્દેશ કોઈ એક ઘટના પૂરતો સીમિત
નથી પણ ન્યાયતંત્ર સામે ચાલી રહેલા દુષ્પ્રચારનાં વ્યાપક મુદ્દાને ઉઠાવવાનો છે.
જેનાં
ઉપર કોર્ટે સવાલ કર્યો હતો કે, જો અરજી રાજકીય પક્ષો વિશે નથી તો પછી વિભિન્ન ઘટનાઓને
એકસાથે શા માટે જોડવામાં આવી છે? અદાલતે આગળ કહ્યું હતું કે, આ મુદ્દા સંસદમાં ઉઠાવવા
જોઈએ. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે, જે ઘટનાઓનો અરજીમાં ઉલ્લેખ છે તેમાંથી એક ઉપર
જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠ દ્વારા અવમાનનાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને
આ અરજી પણ તે પીઠ સમક્ષ રજૂ થાય તે યોગ્ય રહેશે.