પોતાની
પહેલી રાજકીય યાત્રામાં આવેલા બાલેન શાહે ભારત-નેપાળની મિત્રતાને ગણાવી હિમાલય જેવી
મોદી
અને નેપાળના પીએમ બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય બેઠક : ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
અને નેપાળ પોલીસ વચ્ચે ખઘઞ સહિત કુલ 8 સમજૂતી : મોદીને નેપાળની યાત્રા માટે આમંત્રણ
: નેપાળ માટે 24 હજાર કરોડ રૂપિયાનું પેકેજ
નવી
દિલ્હી, તા. 23 : નેપાળના વડા પ્રધાન બાલેન શાહ પોતાની પહેલી રાજકીય યાત્રાએ ભારત પહોંચ્યા
હતા. જયાં સોમવારે હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન મોદી અને બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય
બેઠક થઈ હતી. આ મુલાકાત મુદ્દે પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત નેપાળના સંબંધ ઈતિહાસ,
આસ્થા અને સંસ્કૃતિથી બંધાયેલા છે. ભારતના ધામ અને રામ નેપાળ વિના અધૂરા છે. બીજી તરફ
બાલેન શાહે ભારત અને નેપાળની મિત્રતાને હિમાલય જેવી ગણાવી હતી અને આગતા-સ્વાગતાથી ખુશ
થયા હતા. આ ઉપરાંત પીએમ મોદીને નેપાળની યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. મોદી-બાલેન
વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
અને નેપાળ પોલીસના ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ વચ્ચે એમઓયુ સહિત 8 જેટલી મહત્વની
સમજૂતી થઈ હતી. આ ઉપરાંત મોદી અને બાલેને સરયૂ-કમલા એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલીઝંડી
બતાવી હતી. આ ટ્રેન અયોધ્યાને નેપાળના જનકપુરી સુધી જોડશે. આ ઉપરાંત મોદીએ નેપાળ માટે
24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ પેકેજનું એલાન કર્યું હતું.
નેપાળના
વડા પ્રધાન બાલેન શાહ પોતાની પહેલી રાજકીય યાત્રાએ ભારત પહોંચ્યા બાદ સોમવારે પીએમ
બાલેન શાહ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં બાલેન શાહનું ભવ્ય
સ્વાગત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ હાઉસમાં નેપાળના પીએમ શાહ અને પીએમ મોદી વચ્ચે
એક દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બેઠક પહેલા બાલેન
શાહે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે
મહાત્મા ગાંધીના વારસામાં એવો પ્રકાશ છે જે શાંતિનો સંદેશ આપે છે. કરુણાને સૌથી મોટી
શક્તિ ગણાવતા બાલેને કહ્યું હતું કે, વાસ્તવિક નેતૃત્વનો અર્થ સમાજના સૌથી કમજોર વર્ગોની
નિ:સ્વાર્થ સેવા કરવાનો છે.
પીએમ
મોદીએ નેપાળમાં પૂરના કારણે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. સાથે
નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના વિકાસ
પેકેજની ઘોષણા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત-નેપાળના સંબંધ પરસ્પર
ઈતિહાસ, આસ્થા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના ઉંડા સંબંધો સાથે બંધાયેલા છે. પીએમ મોદીએ ભગવાન રામ અને માતા સીતાને ભારત-નેપાળની
સભ્યતા અને આસ્થાનું પ્રતીક ગણાવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે નેપાળ વિના ભારતના ધામ
અધૂરા છે અને નેપાળ વિના આપણા રામ અધૂરા છે. તેમણે કહ્યું હતું કે, સરયૂ-કમલ એક્સપ્રેસ
ટ્રેન સેવાના માધ્યમથી બન્ને દેશના સંબંધો નવી ઉંચાઈએ પહોંચી રરહ્યા છે. ટ્રેન સેવા
અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને નેપાળના જનકપુર સુધીની યાત્રામાં મદદ કરશે. પીએમ મોદીએ કહ્યું
હતું કે, ભારત-નેપાળનો સંબંધ માત્ર પડોસનો જ નહી પોતાનાપણા અને અતૂટ વિશ્વાસનો સંબંધ
છે.
બાલેન
શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારત સાથે સમજૂતીઓનો ફાયદો કિસાનો, યુવાનો અને
છાત્રો સુધી પહોંચવો જોઈએ. તેમણે મહત્વપૂર્ણ
મુદ્દાઓ ઉપર સાર્થક અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાતચીત કરી છે. આ ઐતિહાસિક પગલા નેપાળ અને ભારતના સંબંધોને નવી ઉંચાઈએ લઈ જશે. હિમાલયથી
વહેતું સ્વચ્છ પાણી પુરા ક્ષેત્રના કરોડો લોકોનું જીવન ચલાવે છે. હિમાલયથી નિકળીને ગંગામાં ભળતી પવિત્ર નદીઓ સંયુક્ત
ભવિષ્ય અને ભાગ્યની યાદ અપાવે છે. આ માટે ભારત અને નેપાળે મળીને કામ કરવું પડશે. બાદમાં
પીએમ મોદી અને બાલેન શાહ વચ્ચે ઊર્જા, કનેક્ટિવિટી,
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દે વાતચીત થઈ હતી. બન્નેએ અયોધ્યા-જનકપુર ટ્રેનને લીલીઝંડી
પણ બતાવી હતી.