ન્યુઝીલેન્ડ માટે પણ કપરાં ચઢાણ
નવી દિલ્હી તા.23ઃ ન્યુઝીલેન્ડ વિરુદ્ધનો પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો જવાથી ટીમ ઇન્ડિયાની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલમાં પહોંચવાની રાહ કઠિન બની છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ માટે પણ હવે કપરાં ચઢાણ છે. ડબ્લ્યૂટીસી ફાઇનલની રહી-સહી આશા જીવંત રાખવા ભારતીય ટીમે હર હાલમાં બીજા ટેસ્ટમાં કિવિઝ ટીમને હાર આપવી પડશે. આ પછી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણી પણ કબજે કરવી પડશે. બાકી રહેતા તમામ 6 ટેસ્ટમાં ગિલની ટીમે જીત મેળવવી પડશે. આ પછી પણ ભારતનું ફાઇનલમાં પહોંચવું નિશ્ચિત નથી. અન્ય ટીમોની હાર-જીતના સમીકરણ મહત્ત્વના બની રહેશે.
ડબ્લ્યૂટી પોઇન્ટ ટેબલ પર ટીમ ઇન્ડિયાની જીતની ટકાવારી પ0 ટકા છે અને ચોથા ક્રમે છે. ન્યુઝીલેન્ડ ત્રીજા નંબર પર ટકી રહ્યંy છે, પણ તેની જીતની ટકાવારી ઘટીને હવે 66.67 થઇ છે. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા-બીજા સ્થાને છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના પહેલા ટેસ્ટના ડ્રોના પરિણામથી ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો છે. તેની ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધી છે.