બે
અઠવાડિયા પહેલા રાજીનામું આપી દેનાર જેનસેન હુઆંગને કંપની બોર્ડે ફરીથી ત્રણ પદે નિયુક્તિ
આપી
નવી
દિલ્હી, તા.23: ચીની જાસૂસી વિવાદમાં સપડાઈને રાજીનામું આપ્યાનાં 2 અઠવાડિયામાં જ એનવીડિયામાં
જેનસેન હુઆંગનું પુનરાગમન થઈ ગયું છે. ફરીથી હુઆંગ કંપનીનાં પ્રેસિડેંટ, સીઈઓ અને બોર્ડ
ઓફ ડિરેક્ટર્સનાં સદસ્ય બની ગયા છે. કંપની દ્વારા આની ઘોષણા આજે કરવામાં આવી હતી અને
જણાવવામાં આવ્યું હતું કે, અનેક તબક્કાની વાતચીત પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિર્ણય
લેવામાં આવ્યો છે.
એનવીડિયાનાં
બોર્ડે જણાવ્યા પ્રમાણે આ બેઠકો દરમિયાન હુઆંગની વાતોમાં સ્પષ્ટતા અને કંપનીનું નેતૃત્વ
કરવાની તેમની ક્ષમતા વિશે સંતુષ્ટિ થઈ હતી. કંપનીએ કહ્યું હતું કે, આ નિયુક્તિ તાત્કાલિક
અસરથી લાગુ થાય છે.
કંપનીમાં
હુઆંગની વાપસી એવા સમયે થઈ છે જ્યારે તેઓ ચીની જાસૂસીનાં વિવાદની તપાસનાં દાયરામાં
સપડાયેલા છે. આમાં તેમની ઉપર મેગાસ્પીડની પૂર્વ કારોબારી એલિસ હુઆંગ સાથે લગ્નેતર પ્રેમ
સંબંધોનાં આરોપ લાગ્યા હતાં.
બોર્ડ
તરફથી સત્તાવાર નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જેનસેન હુઆંગની વાપસીનો
નિર્ણય લેતા પહેલા અમેરિકી સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ તરફથી મળેલી જાણકારીઓને પણ ધ્યાને
રાખવામાં આવી હતી. જેનાં આધારે એવા તારણ ઉપર બોર્ડ પહોંચ્યું હતું કે, હુઆંગને ફરીથી
કંપનીની બાગડોર સોંપવાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે કોઈ ખતરો પેદા થતો નથી.
ઉલ્લેખનીય
છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વિવાદ સળગ્યો ત્યારથી જ હુઆંગનાં સમર્થનમાં
છે અને આજે પણ બોર્ડનાં નિર્ણય પૂર્વે જ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં હુઆંગનો બચાવ કરતાં
લખ્યું હતું કે, તેઓ ફરીથી એનવીડિયાનાં સીઈઓ બને તેવી તેમની ઈચ્છા છે. તેમણે એવું પણ
લખ્યું હતું કે, કંપની બોર્ડ તેમને ફરી પાછા લાવે તેવી તેમને આશા છે.