• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

હું જાદુગર નથી કે ચપટી વગાડતા મુશ્કેલી દૂર થાય : CJI

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, અદાલતની જૂની સમસ્યાઓના ઉકેલ માટે એક પ્રક્રિયા શરૂ કરી છે

નવી દિલ્હી, તા. 19 :ઉ દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચુડના કહેવા પ્રમાણે તેઓ કોઈ જાદુગર નથી જે ચપટી વગાડીને દેશ અથવા દેશભરની અદાલતોની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. તેમણે કહ્યું હતું કે સીજેઆઈનો પદભાર સંભાળ્યા બાદ તેઓએ હકીકતમાં અદાલતોમાં જૂની સમસ્યાઓના સમાધાન માટે એક પ્રક્રિયા શરૂ કરી છે. સીજેઆઈએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે દિવસે તેઓએ મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લીધા હતા તે દિવસે ન્યાયાલયના સભ્યો અને અરજદારોને પણ કહ્યું હતું કે તેઓ કોઈ જાદુગર નથી જે ન્યાયાલય કે દેશની તમામ સમસ્યાઓને એક ક્ષણમાં ઉકેલી શકે.

સીજેઆઈએ કહ્યું હતું કે અદાલતોને પ્રભાવિત કરતી જૂની સમસ્યાઓના સમાધાન માટે જરૂરી પગલા ભરવા તેઓ પાસે એક સ્પષ્ટ યોજના હતી. એટલે પહેલા જે કામ કર્યું હતું કે તે ખંડપીઠના સહકર્મીઓના મંતવ્યો જાણવાનું હતું. તેઓએ ન્યાયપાલિકાને પ્રભાવિત કરતી સમસ્યાઓના ઉકેલ માટે એક કાર્ય યોજના બનાવવા ન્યાયિક અધિકારીઓ, વિદ્વાનો અને શોધકર્તાઓની એક ટીમ બનાવી છે.જેના હેઠળ અમુક મુખ્ય ક્ષેત્રના પાયાના માળખામાં સુધારો, જનજ અને અદાલતના કર્મચારીઓની ક્ષમતા મજબૂત કરવી અને અદાલતમાં પેન્ડિંગ કેસની સંખ્યા ઓછી કરવા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સીજેઆઈના કહેવા પ્રમાણે આ ઉપરાંત અન્ય બે ક્ષેત્રોમાં વ્યક્તિગત વિશ્વાસ કરે છે અને જેમાં ઝડપ લાવવાની જરૂરિયાત છે તે ટેકનોલોજીને અપનાવવી અને સંવૈધાનિક મામલાની સુનાવણી છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સુપ્રીમકોર્ટ અને ન્યાયપાલિકાના કામકાજમાં પ્રગતિ થઈ છે. ન્યાયિક પક્ષની વાત કરવામાં આવે તો એક વર્ષમાં 50,000 કેસનો ઉકેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો ન થાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક