• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

તમાકુથી ભારત સહિતના 7 દેશમાં વર્ષે 13 લાખ મૃત્યુ

એક અભ્યાસ પ્રમાણે કેન્સરના વિશ્વના કુલ મૃત્યુદરમાંથી અડધોઅડધ ભારત સહિતના સાત દેશમાં

નવી દિલ્હી, તા. 19 : દુનિયાના સાત દેશોમાં તમાકુથી સૌથી વધારે મૃત્યુ થાય છે. જેમાં ભારત પણ સામેલ છે. લેન્સેટના ઈ ક્લિનિકલ મેડીસીન મેગેઝીનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર તમાકુથી થનારા કેન્સરમાં દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાંથી અડધો અડધ મૃત્યુ સાત દેશોમાં નોંધાયા છે. જેમાં ભારત, ચીન, બ્રિટન, બ્રાઝીલ, રશિયા વગેરે સામેલ છે. દુનિયામાં ધુમ્રપાન સાથે જ શરાબ, મેદસ્વીતા અને એચપીવી (હ્યુમન પેપિલોમા વાયરસ)ના સંક્રમણથી દર વર્ષે 20 લાખ મૃત્યુ થઈ રહ્યા છે.

સૌથી વધારે મૃત્યુ ધરાવતા દેશોમાં ભારત, ચીન, બ્રિટન, બ્રાઝીલ, રશિયા, અમેરિકા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ક્વીન મેરી લંડન યુનિવર્સિટીના પ્રોફેસર જુડિથ ઓફમેનના કહેવા પ્રમાણે દુનિયાભરના દેશોમાં તમાકુ અને અન્ય કારણોથી થતા કેન્સરથી મૃત્યુનું જોખમ વધી રહ્યું છે. દુનિયામાં દરેક બે મિનિટે ગર્ભાશયના કેન્સરથી એક મહિલાનું મૃત્યુ થાય છે. જેમાં 90 ટકા મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે.

ભારતમાં પુરુષોમાં માથા અને ગળાના કેન્સર અને મહિલાઓમાં ત્રી રોગ સંબંધિત કેન્સરના કારણે સમયથી પહેલા વધારે મૃત્યુ નોંધાયા છે. તમાકુ ધુમ્રપાનના કારણે ફેફસાના કેન્સરનું જોખમ વધે છે. જે સમય પહેલા મૃત્યુના કારણોમાંથી એક છે. પુરુષોમાં ધુમ્રપાન અને શરાબના કારણે મૃત્યુદર વધારે જોવા મળે છે. અભ્યાસમાં ધુમ્રપાન અને તમાકુને રોકવાની સલાહ આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કામગીરીથી લાખો લોકોનો જીવ બચાવી શકાશે. આ આદતો દુનિયાના સ્તરે સ્વાસ્થય માટે ગંભીર જોખમ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024