• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

આનાકાની બાદ હમાસે વધુ 17 બંધક મુક્ત કર્યા

વેસ્ટ બેંકમાં ઈઝરાયલી દળે પેલેસ્ટાઈનના છ નાગરિકોની હત્યા કર્યાનો આરોપ

નવી દિલ્હી, તા. ઈઝરાયલ અને ગાઝા યુદ્ધ વચ્ચે હમાસે ઈઝરાયલી બંધકોના બીજા જૂથને પણ મુક્ત કરી દીધું છે. અહેવાલ મુજબ હમાસની કેદમાંથી મુક્ત થયેલા 17 બંધક રવિવારે ઈઝરાયલ પહોંચ્યા હતા. જેમાં 13 ઈઝરાયલી અને 4 થાઈલેન્ડના નાગરીક સામેલ છે. એક મહત્ત્વની બંધક સમજૂતિ હેઠળ બંધકોને તેમના પરિવારને મળવવામાં આવ્યા હતા. સમજૂતિ વચ્ચે થોડા સમય માટે મુશ્કેલી આવી હતી પણ કતર અને ઈજીપ્તની મધ્યસ્થતાની મુશ્કેલી દુર થઈ હતી. આ સમજૂતિ હેઠળ 150 પેલેસ્ટાઈનીયન કેદીઓના બદલામાં કુલ 50 ઈઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે. બીજી તરફ સીઝફાયર વચ્ચે વેસ્ટ બેંકમાં ઈઝરાયલી સેનાએ ચાર પેલેસ્ટાઈન નાગરિકોને ઠાર કર્યા છે.

પેલેસ્ટાઈનના સ્વાસ્થય મંત્રાલયે આરોપ મુક્યો છે કે શનિવારે મોડી રાત્રે વેસ્ટ બેંકમાં ઈઝરયાલી દળોએ એક સગીર સહિત છ પેલેસ્ટાઈનના નાગરિકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હુમલામાં પાંચ મૃત્યુ જેનિન શહેરમાં થયા છે જ્યારે એક મૃત્યુ નબ્લસ શહેર પાસેના એક ગામમાં થયું છે. હુમલામાં છ લોકોને ઈજા પણ પહોંચી છે.

બીજી તરફ ઈઝરાયલી સૈન્ય પ્રવક્તાએ કહ્યું હતું કે રિપોર્ટની તપાસ કરવામાં આવી છે. આ અગાઉ હમાસે બીજા તબક્કાના બંધકોને મુક્ત કરવામાં આનાકાની શરૂ કરી હતી. હમાસે ઈઝરાયલ ઉપર સમજૂતિના ઉલ્લંઘનનો આરોપ મુક્યો હતો અને બંધકોની મુક્તિના બદલે નવી શરતો મુકી હતી. જો કે ઈઝરાયલે ચેતવણી આપ્યા બાદ 17 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે.

ઈઝરાયલી બંધકોના બદલામાં 33 સગીર સહિત 39 પેલેસ્ટાઈનના નાગરીકોને મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે મુક્ત કરવામાં આવેલા 13 ઈઝરાયલીમાંથી છ મહિલાઓ અને સાત બાળકો અને કિશોર સામેલ છે. ઈઝરાયલના રક્ષા દળે કહ્યું હતું કે મુક્ત કરવામાં આવેલા બાળકોને ઈઝરાયલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાં તેઓ પરિવારને મળશે. કૂટનીતિથી વાકેફ એક પેલેસ્ટાઈનીયન અધિકારીએ કહ્યું હતું કે હમાસ ઈઝરાયલ સાથે સહમત ચાર દિવસના સીઝફાયરને પાળશે. આ લડાઈમાં પહેલો પડાવ છે.

Budget 2024 LIVE

Crime

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો February 23, Fri, 2024