• શનિવાર, 13 જુલાઈ, 2024

અમેરિકામાં સૈન્ય અડ્ડા નજીક ડ્રેગનનો પગપેસારો

ચીને અમેરિકાના 19 આર્મી બેઝ નજીક જમીનો ખરીદી, જાસૂસી અને ઘૂસણખોરીની દહેશત

નવી દિલ્હી, તા.22: ચીન અમેરિકાને અત્યાર સુધી બહારથી હેરાન કરતું હતું પણ હવે તે અમેરિકામાં પણ પોતાનો ફેલાવો વધારી રહ્યું છે. બાઈડન સરકારને ઊંઘતી રાખી ચીને અમેરિકામાં 19 આર્મી બેઝ નજીક જમીન ખરીદી હોવાનો દાવો થઈ રહ્યો છે.

અમેરિકામાં ચીનના પગપેસારાના કારણે સંભવિત જાસુસી અને ઘૂસણખોરી થઈ શકે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. ચીને જે સૈન્ય અડ્ડા નજીક જમીન ખરીદી છે તે ઠેકાણા રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વના છે. જેમાં ઉત્તરી કૈરોલીનાના ફેયેટવિલેમાં ફોર્ટ લિબર્ટી, ટેકસાસના કીલેનમાં ફોર્ટ કૈવાજોર, કેલિફોર્નિયાના સૈનડીયાગોમાં મરીન કોર્પ્સ બેઝ પેન્સિલટન અને ફ્લોરીડાના ટાંપામાં મેકડીલ વાયુ સેના બેઝનો સમાવેશ કરવામાં આવે છે. અમેરિકાની વાયુ સેનાના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ રોબર્ટ એસ. સ્પાલ્ડીગનું કહેવું છે કે, રણનીતિક સ્થાનો નજીક ચીનની જમીનો ખરીદવાની હિલચાલ ચિંતાનો વિષય છે. આ સ્થળો પર સિક્રેટ માહિતી એકઠી કરનાર બેઝ બનાવાય તેવી શંકા છે. જેના માલિક સ્થાનિક રાજકારણ પર પણ અસર કરી શકે છે. ચાઇનીઝ લોકોને અમેરિકામાં સંપત્તિ ખરીદતા અટકાવી શકાય તેવો કોઈ કાયદો નથી જે ચિંતાનો વિષય છે.

વાશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, ચાઈનીઝ જમીન માલિકો ખેતીની આડમાં ટ્રાકિંગ ટેકનોલોજી ઉભી કરી શકે છે. તેઓ રડાર, ઇન્ફ્રારેડ સ્કાનિંગનો ઉપયોગ પણ કરી શકે છે. જેનાથી સૈન્ય બેઝ પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત તેઓ ડ્રોન ઉડાડવાનો પણ પ્રયાસો કરે તેવી શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક