• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

આજીડેમ પોલીસ સ્ટેશનના અજઈં અને ઋછઉ જવાન રૂ. 10,000ની લાંચ લેતા ઝડપાયા

મારામારીના એક કેસમાં આરોપીને લોકઅપમાં નહિ રાખવા અને ઝડપથી જામીન આપવા માટે લાંચ માંગવામાં આવી હતી

 

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી શાખા (અઈઇ) દ્વારા એક મોટી અને સચોટ કાર્યવાહી કરવામાં આવી છે. મારામારીના એક કેસમાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને જામીનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાના અવેજ પેટે ગેરકાયદે રૂ. 10,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ત્વરિત એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબીની ટીમે ટ્રાફિક ભવન પૂર્વ વિભાગના કેમ્પસમાં સફળ છટકું ગોઠવીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયા છે.

આ સફળ ઓપરેશનમાં એસીબીની ટીમે આજીડેમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાજેશ ઉર્ફે રાજુ સામતભાઈ મેર અને જી.આર.ડી. જવાન મનોજ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે એ.એસ.આઈ. રાજેશભાઈ મેરે પોતાના વતી આ લાંચની રકમ જી.આર.ડી. મનોજભાઈ ચૌહાણને સ્વીકારવા માટે સૂચના આપી હતી. એસીબીના અધિકારીઓએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કડક તપાસ શરૂ કરી છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક