• શુક્રવાર, 29 માર્ચ, 2024

જેલરને ધમકાવનાર ફાયનાન્સર-સાગરીતની શોધખોળ

કારખાનેદારની હત્યાના ગુનામાં જામીન પર છૂટયા બાદ ફરી લખણ ઝળકાવ્યા

રાજકોટ, તા.4 : રાજકોટ જિલ્લા જેલમાં ફરજ બજાવતા જેલરને અગાઉ કારખાનેદારની હત્યાના ગુનામાં પકડાયેલા અને જામીન પર છૂટેલા બે કેદીઓએ અલગ અલગ મોબાઈલ ફોન નંબરથી ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને કેદીઓ સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ

કરી હતી.

અંગેની વિગત એવી છે કે, પોપટપરામાં જેલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને જિલ્લા જેલમાં જેલર ગ્રુપ-રમાં જેલર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર અજમલભાઈ વાઢેરે એમ.એ.જાડેજા અને ભૂરા ભાણેજ નામના શખસોએ જુદા-જુદા મોબાઈલ નંબર પરથી ફોન કરી ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કોલ ડિટેઈલના આધારે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મામલે પ્ર.નગર પોલીસ મથકના પોસઈ કે.એસ.ભગોરા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં તા.1/6ના જેલર કૃષ્ણકુમાર વાઢેર રાત્રીના ઘેર હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર શખસે હું મયુરસિંહ જાડેજા નાનામૌવા વાળો બોલતો હોવાનું  જણાવ્યું હતું અને કેમ ફાર્મ હાઉસ પર આવતા નથી. બીક લાગે છે તું કહેતો હોય તો હું જેલ પર આવી જાવ તેમ કહી બેફામ ગાળો આપી હતી અને જેલર કૃષ્ણકુમાર વાઢેરે ઓળખતો નહીં હોવાનું જણાવતા ગાળો આપી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં બીજા અજાણ્યા અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરી ગાળો આપી ધમકી આપી હતી.

બાદમાં જેલર કૃષ્ણકુમાર વાઢરે તેના ફોનમાં આવેલા નબર ટુ કોલર એપ્લિકેશનમાં જોતા એમ.એ.જાડેજા અને બીજા નંબરમાં ભૂરા ભાણેજ હોવાનું

ઇ-પેપરના નવા શુલ્ક