જૂનિયર
ટીમનો કોચ નિયુક્ત થયો
નવી
દિલ્હી તા.14: હોકી ઇન્ડિયાએ દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશની જર્સી નંબર 16ને રિટાયર
કરવાનો નિર્ણય જાહેર કર્યોં છે. શ્રીજેશે હાલમાં જ સંપન્ન પેરિસ ઓલિમ્પિકમાં દેશને
સતત બીજો કાંસ્ય ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને નિવૃત્તિ લીધી છે. હોકી
ઇન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહે કહ્યંy છે કે લગભગ બે દશક સુધી 16 નંબરની જર્સી પહેરનાર
36 વર્ષીય શ્રીજેશને નિવૃત્તિ બાદ હવે જૂનિયર રાષ્ટ્રીય હોકી ટીમના કોચની જવાબદારી
સોંપવામાં આવી છે. અમે સીનીયર ટીમમાંથી 16 નંબરની જર્સી રિટાયર કરી રહ્યા છીએ. અમને
વિશ્વાસ છે કે શ્રીજેશ જૂનિયર ટીમના કોચ તરીકે રહીને તેના જેવા લડાયક અને મજબૂત ખેલાડીઓને
તૈયાર કરશે.
આ તકે
શ્રીજેશે કહ્યંy કે હું કોચિંગની શરૂઆત જૂનિયર ખેલાડીઓ સાથે કરવા માંગતો હતો. જેવી
રીતે રાહુલ દ્રવિડે કરી હતી. શ્રીજેશનું કહેવું છે કે 2036નો ઓલિમ્પિક સંભવત: ભારતમાં
રમાશે. ત્યારે હું નેશનલ ટીમનો કોચ બનવા તૈયાર રહીશ. પોતાની નિવૃત્તિ વિશે કહ્યંy કે
ખેલાડીએ કયારેક તો રમત છોડવી જ પડે છે. સચિન તેંડુલકર પછી વિરાટ કોહલી આવ્યો. મારા
પછી અન્ય કોઇ ગોલકીપર ટીમની દીવાલ બનશે.