• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સિનર અને સબાલેંકા ાuત ઓપનના સેમિમાં

પેરિસ, તા.પ: દુનિયાના નંબર વન ખેલાડી ઇટાલીના યાનિક સિનરનો યૂએસ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પ્રવેશ થયો છે. જ્યારે મહિલા વિભાગમાં નંબર વન પોલેન્ડની ઇગા સ્વિયાતેક ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ છે.  યાનિક સિનરે ક્વાર્ટર ફાઇનલમાં રૂસી ખેલાડી ડાનિલ મેદવેદેવને 6-2, 1-6, 6-1 અને 6-4થી હાર આપી હતી. આ મેચ 2 કલાક 29 મિનિટ ચાલ્યો હતો. સેમિ ફાઇનલમાં સિનરની ટક્કર જેક ડ્રેપર વિરુદ્ધ થશે. બ્રિટનના 2પમા ક્રમના ખેલાડી ડ્રેપરે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મેનોરને 6-3, 7-પ અને 6-2થી હાર આપી હતી.

 જ્યારે મહિલા વિભાગના ક્વાર્ટર ફાઇનલમાં નંબર વન ઇગા સ્વિયાતેક છઠ્ઠા ક્રમની અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા વિરુદ્ધ 2-6 અને 4-6થી હારીને બહાર થઇ હતી. સેમિમાં પેગુલાની સામે ઝેક ગણરાજ્યની કેરોલિના મુચોવા હશે. તેણીએ બ્રાઝિલની ખેલાડી હેડાડ માયાને 6-1 અને 6-4થી હાર આપી હતી. મહિલા વિભાગનો બીજો સેમિ ફાઇનલ મેચ અમેરિકાની એમ્મા નવારો અને બેલારૂસની એરિના સબાલેંકા વચ્ચે રમાશે. જ્યારે પુરુષ વિભાગનો બીજો સેમિ ફાઇનલ મેચ બે અમેરિકી ખેલાડી વચ્ચે રમાશે. 12મા ક્રમના ટેલર ફ્રિટઝ સામે હમવતન ખેલાડી ફ્રાંસિસો ટિયાફો હશે. આ બન્ને ગઇકાલે જ સેમિમાં પહોંચી ગયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024