• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ઇંગ્લેન્ડની ઇલેવનમાં 6 ફૂટ 7 ઇંચ ઊંચા ફાસ્ટ બોલર જોશ હલનો સમાવેશ આજથી શ્રીલંકા વિરુદ્ધ ત્રીજો ટેસ્ટ

લંડન તા.પ: શ્રીલંકા વિરુદ્ધના ત્રીજા અને આખરી ટેસ્ટમાં 6 ફૂટ 7 ઇંચ ઊંચો ફાસ્ટ બોલર જોશ હલ ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરશે. શુક્રવારથી ઓવલ મેદાન પર શરૂ થનાર ત્રીજા ટેસ્ટની ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં જોશ હલનો સમાવેશ મેથ્યૂ પોટસના સ્થાને થયો છે. લોર્ડ્સ ટેસ્ટમાં 190 રનની શાનદાર જીતથી ઇંગ્લેન્ડ ટીમ પહેલેથી જ 2-0ની અતૂટ સરસાઇથી શ્રેણી કબજે કરી ચૂકી છે જ્યારે પ્રવાસી ટીમ શ્રીલંકા સામે આખરી ટેસ્ટ બચાવવાનો પડકાર હશે. 20 વર્ષીય જોશ હલએ પ્રથમ કક્ષાના 10 અને લિસ્ટ એના 9 મેચ રમ્યા છે. જેમાં તેણે 16 અને 17 વિકેટ લીધી છે. 21 ટી-20 મેચમાં 24 વિકેટ છે. જોશ હલનો ઓસ્ટ્રેલિયા સામેની આગામી લિમિટેડ ઓવર્સ સિરીઝની પણ ઇંગ્લેન્ડની ટીમમાં પસંદ કરાયો છે. બેન સ્ટકોસની અનુપસ્થિતિમાં ઇંગ્લેન્ડનું સુકાન ઓલિ પોપ સંભાળી રહ્યો છે. તે બન્ને ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો છે.

ઇંગ્લેન્ડ ઇલેવન: ડેન લોરેંસ, બેન ડકેટ, ઓલિ પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોકસ, ગસ એટકિન્સન, ઓલિ સ્ટોન, જોશ હલ અને શોએબ બશીર.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024