• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

900 ગોલ કરનારો રોનાલ્ડો પહેલો ખેલાડી

લિસ્બન તા.6: પોર્ટૂગલના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ વધુ એક રેકોર્ડ તેના નામે કર્યોં છે. તે 900 ગોલ કરનારો દુનિયાનો પહેલો ફૂટબોલ ખેલાડી બન્યો છે. તેણે આ ઉપલબ્ધિ નેશન્સ લીગના ગ્રુપ મેચમાં ક્રોએશિયા સામેની 2-1ની જીત દરમિયાન હાંસલ કરી હતી. રોનાલ્ડોએ પોર્ટૂગલ તરફથી મેચમાં બીજો ગોલ કર્યોં હતો. મેચ બાદ રોનાલ્ડોએ કહ્યંy કે કેરિયરનો 900મો ગોલ માઇલ સ્ટોન સમાન છે. 39 વર્ષીય રોનાલ્ડોએ  કલબ ફૂટબોલમાં પણ જબરદસ્ત દેખાવ કર્યોં છે. તેણે સ્પોર્ટિંગ લિસ્બન તરફથી પ ગોલ, માંચેસ્ટર યૂનાઇટેડ તરફથી 14પ ગોલ, રિયલ મેડ્રિડ તરફથી 4પ0, જુવેંટસ તરફથી 101 અને અલ નાસર તરફથી 68 ગોલ કર્યાં છે. પોર્ટૂગલ તરફથી રમતા તેણે 131 ગોલ કર્યાં છે.

સૌથી વધુ ગોલ કરનારા પાંચ ખેલાડીઓની સૂચિમાં રોનાલ્ડો 900 ગોલ સાથે ટોચ પર છે. આ પછી લિયોનલ મેસ્સી (આર્જેન્ટિના-837), જોસેફ વિકન (ઝેક ગણરાજય-80પ), કિંગ પેલે (બ્રાઝિલ- 762), રોમારિયો (બ્રાઝિલ-7પપ)ના નંબર આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024