• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

US ઓપનના ફાઇનલમાં પેગુલા-સબાલેંકા આમને-સામને

ન્યૂયોર્ક, તા. 6: વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યૂએસ ઓપનના મહિલા સિંગલ્સના ફાઇનલમાં બેલારૂસની બીજા ક્રમની ખેલાડી આર્યના સબાલેંકાનો સામનો અમેરિકાની જેસિકા પેગુલા સામે થશે. સબાલેંકાએ પ્રથમ સેમિ ફાઇનલમાં અમેરિકી ખેલાડી એમ્મા નવારોને બે સીધા સેટમાં 6-3 અને 7-6થી હાર આપી હતી. જયારે છઠ્ઠા ક્રમની પેગુલાનો બીજા સેમિ ફાઇનલમાં ઝેક ગણરાજ્યની ખેલાડી કેરોલિના મૂચોવા વિરુદ્ધ 3 સેટની રસાકસી પછી 1-6, 6-4 અને 6-2થી વિજય થયો હતો. આ મેચ બે કલાક અને 12 મિનિટ સુધી ચાલ્યો હતો. જેસિકા પેગુલા તેની કેરિયરમાં પહેલીવાર કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી છે. જયારે આર્યના સબાલેંકા બે વખત ગ્રાંડસ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે. તેણી 2023 અને 2024માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની હતી. જ્યારે 2023 અને 24માં યુએસ ઓપનના ફાઇનલમાં પહોંચીની હારી હતી. હવે તેની પાસે ત્રીજા પ્રયાસમાં યૂએસ ઓપન ટ્રોફી જીતવાની તક છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024