• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

નિરજ 90 મીટરની બાધા પાર કરવા 13મીએ ડાયમંડ લીગ ફાઇનલમાં ઉતરશે

નવી દિલ્હી, તા.6: ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચીને ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતનો સ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલમાં 90 મીટરની બાધા પાર કરવા તૈયાર છે. પ્રતિષ્ઠિત ડાયમંડ લીગની 14મી સિરીઝમાં પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર રહીને નિરજ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યો છે. ડાયમંડ લીગ ફાઇનલ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ 13 અને 14 સપ્ટેમ્બરે બ્રસેલ્સ ખાતે રમાશે. નિરજ ડાયમંડ લીગના દોહા અને લુસાનેમાં બીજા સ્થાને રહ્યો હતો. તેના કુલ 14 પોઇન્ટ છે. તેણે જ્યૂરિચમાં આખરી સિરીઝમાં ભાગ લીધો હતો.

જવેલિન થ્રોના પોઇન્ટ ટેબલ પર ગ્રેનેડાનો એન્ડરસન પીટર્સ અને જર્મનીનો જૂલિયન વેબર ક્રમશ : 29 અને 21 પોઇન્ટ સાથે પહેલા-બીજા ક્રમે છે. ઝેક ગણરાજ્યનો ખેલાડી જેકબ વાડલેચ ત્રીજા નંબર પર છે. આ પછી નિરજ ચોપરા છે.

નિરજે કહ્યંy છે કે પેરિસ ઓલિમ્પિક પહેલા તેને કમરમાં તકલીફ હતી. જેથી 90 મીટરની આંકડે પહોંચવામાં બાધા આવી હતી. આ વખતે બ્રસેલ્સમાં શ્રેષ્ઠ દેખાવના પ્રયાસ કરીશ. પેરિસ ઓલિમ્પિકમાં પાક.નો અરશદ નદીમ 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ડાયમંડ લીગનો હિસ્સો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024