• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

US ઓપનના ફાઇનલમાં સિનર-ફિટજ વચ્ચે ટક્કર

સેમિ ફાઇનલમાં સિનરનો ડ્રેપર સામે અને ફિટજનો ટિયાફો વિરુદ્ધ વિજય

 

ન્યૂયોર્ક, તા.7: વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યુએસ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઇનલમાં ઇટાલીના વર્લ્ડ નંબર વન યાનિક સિનરની ટક્કર અમેરિકી ખેલાડી ટેલર ફિટજ સામે થશે. ખિતાબી મુકાબલો ભારતીય સમય અનુસાર રવિવારે રાત્રે રમાશે. ફિટજ 18 વર્ષ બાદ યુએસ ઓપનના ફાઇનલમાં પહોંચનારો પહેલો અમેરિકી ખેલાડી બન્યો છે. આ પહેલાં 2006માં એન્ડી રોડિકે આ પરાક્રમ કર્યું હતું. યુએસ ઓપનનાં મહિલા સિંગલ્સના ફાઇનલમાં બેલારૂસની આર્યના સબાલેંકા સામે અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા વચ્ચે થવાની છે. જે આજે મોડી રાત્રે રમાશે.

મેન્સ સિંગલ્સના પ્રથમ સેમિ ફાઇનલમાં ટેલર ફિટજે હમવતન ખેલાડી ફ્રાંસિસો ટિયાફોને પાંચ સેટની રસાકસી બાદ 4-6, 7-પ, 4-6, 6-4 અને 6-1થી હાર આપી હતી જ્યારે બીજા સેમિમાં સિનરનો જેન ડ્રેપર સામે ત્રણ સીધા સેટમાં 7-પ, 7-6 અને 6-2થી વિજય થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024