• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ઋષભ પંતની આક્રમક અર્ધસદી : ઇન્ડિયા અ સામે ઇ ટીમ 240 રને આગળ

બેંગ્લુરુ, તા.7: અહીં રમાઇ રહેલ દુલિપ ટ્રોફી મેચમાં ઇન્ડિયા બી ટીમના ત્રીજા દિવસની રમતના અંતે 6 વિકેટે 1પ0 રન થયા હતા. આથી તે ઇન્ડિયા એ ટીમ તરફથી 240 રન આગળ થઈ છે. બી ટીમ તરફથી બીજા દાવમાં લાલ દડાના ક્રિકેટમાં વાપસી કરનાર વિકેટકીપર ઋષભ પંતે આક્રમક અર્ધસદી ફટકારીને 47 દડામાં 9 ચોક્કા અને 2 છક્કાની મદદથી 61 રનની લાજવાબ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત સરફરાઝ ખાને 36 દડામાં 7 ચોક્કા-1 છકકાથી 46 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પહેલા દાવમાં 181 રનની રેકોર્ડ ઇનિંગ રમનાર મુશીર ખાન બીજા દાવમાં ઝીરોમાં આઉટ થયો હતો. એ ટીમ તરફથી ખલિલ અહેમદ અને આકાશદીપે 2-2 વિકેટ લીધી હતી.

આ પહેલા ઇન્ડિયા એ ટીમનો પહેલો દાવ 231 રને સમાપ્ત થયો હતો. મુકેશ કુમાર અને નવદીપ સૈનીએ 3-3 વિકેટ લીધી હતી. ઇન્ડિયા બી ટીમના પહેલા દાવમાં 321 રન થયા હતા. આથી તેને 90 રનની મહત્ત્વની સરસાઈ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024