• ગુરુવાર, 14 મે, 2026

હેરી બ્રુક ઇંગ્લેન્ડનો નવો વન ડે અને T-20 કેપ્ટન તેના પર IPLમાં બે વર્ષનો પ્રતિબંધ મુકાયો છે

લંડન, તા.7: યુવા મીડલ ઓર્ડર બેટર હેરી બ્રુક ઇંગ્લેન્ડની વન ડે અને ટી-20 ટીમનો નવો કેપ્ટન બન્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આજે 26 વર્ષીય હેરી બ્રુકને લીમીટેડ ઓવર્સ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયાની ઘોષણા કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ દેખાવ પછી જોસ બટલરે કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોકસ સફેદ દડાનો પણ નવો સુકાની બનાવાની રેસમાં હતો, પણ ઇસીબીએ યુવા બેટર હેરી બ્રુક પર પસંદગી ઉતારી છે. બેન સ્ટોકસ ટેસ્ટ ટીમનો કેપ્ટન બની રહેશે.

હેરી બ્રુક આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં હાલ બીજા સ્થાને છે. તે ગયા વર્ષે ઇંગ્લેન્ડની વન ડે અને ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન બન્યો હતો. તેણે અત્યાર સુધીમાં 26 વન ડે મેચમાં 34 રનની સરેરાશથી કુલ 816 રન કર્યાં છે. જેમાં શ્રેષ્ઠ સ્કોર 110 છે. બ્રુક 44 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે. જેમાં શ્રેષ્ઠ સ્કોર 81 રન છે.

હેરી બ્રુકે નેશનલ ટીમને પ્રાધાન્ય આપીને આઇપીએલ-202પ સીઝનમાંથી અચાનક ખસી જવાનો નિર્ણય લીધો હતો. મેગા ઓક્શનમાં તે સામલે હતો. વિના કારણ ખસી જવાથી આઇપીએલ ગવર્નિંગ બોડીએ તેના પર બે વર્ષનો પ્રતિબંધ મુક્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક