ઉપરાઉપરી
બે મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે સિરાજનું મેચ વિનિંગ પરફોર્મન્સ
હૈદરાબાદ,
તા.7: આઇપીએલ-202પમાં મોહમ્મદ સિરાજ અલગ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે સતત બે મુકાબલામાં
પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે અને ગુજરાત ટાઇટન્સ માટે મેચ વિનિંગ પરફોમન્સ આપી રહ્યો છે.
ગઇકાલના મેચમાં સિરાજે તેના ઘરેલુ મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 17 રનમાં 4
વિકેટ લીધી હતી.
સિરાજ
તેના સારા દેખાવ છતાં ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય ટીમમાંથી પડતો મુકાયો હતો. વધુ એક
સ્પિનરને સામેલ કરવા માટે પસંદગીકારોએ સિરાજનો ભોગ લીધો હતો. આ પહેલા આરસીબીએ મેગા
ઓકશન અગાઉ તેને રીટેન ન કરી રીલિઝ કરી દીધો હતો. આ વિશે સિરાજે સ્વીકાર્યું કે શરૂઆતમાં
આ તથ્ય પચાવી શકયો ન હતો. સમય આવ્યો અને મેં ખુદને કહ્યુ કે મારામાં હજુ ઘણું ક્રિકેટ
બાકી છે. ઘણા સપના છે જે મેં જોયા છે. તે પૂરા કરવાના છે. ચેમ્પિયન્સ ટ્રોફી મારા નસીબમાં
ન હતી. એ વિશે વિચારીને શું કામ દબાણ વધારું. મેં ફિટનેસ પર કામ કર્યું. સતત રમવાથી
ભુલ કયાં થઇ રહી છે તે સમજમાં આવતી ન હતી. બ્રેકમાં મળ્યો ભુલો પર કામ કર્યું. હવે
હું શારીરિક અને માનસિક રીતે તરોતાજા છું અને રમતની મજા માણી રહ્યો છું.
સિરાજે
સ્વીકાર્યું કે ભારતીય ટીમમાં પડતો મુકાયા બાદ ખુદને સંભાળવો કઠિન હતું. ઘણા વિચારો
આવતા પણ મેં ખુદને સંભાળી લીધો અને આઇપીએલની રાહમાં રહ્યો. હવે સિરાજ આઇપીએલમાં 4 મેચમાં
9 વિકેટ લઇ ચૂક્યો છે. તે કહે છે કે હવે મારો આત્મવિશ્વાસ વધ્યો છે. મને મહેનતનું ફળ
મળી રહ્યંy છે.