નવી
દિલ્હી, તા. 10 : કુશ્તીબાજ અને જીંદ જિલ્લાના જુલાના વિધાનસભા સીટથી કોંગ્રેસ વિધાયક
વિનેશ ફોગાટે સરકારને પોતાની પસંદ બતાવી દીધી છે.
સરકાર
તરફથી વિનેશને સરકારી નોકરી, પ્લોટ અથવા તો ચાર કરોડ રૂપિયા રોકડ એવોર્ડનો વિકલ્પ આપ્યો
હતો. 2024ના પેરિસ ઓલિમ્પિકમાં તે ફાઈનલ સુધી પહોંચી હતી. જો કે 100 ગ્રામ વજન વધારે
હોવાના કારણે ફાઈનલ મુકાબલા પહેલા બહાર થઈ હતી. હવે ફોગાટે હરિયાણા સરકાર પાસેથી ચાર
કરોડ લેવાની ઓફર સ્વીકારી લીધી છે. ફોગાટનો સહમતિ પત્ર ખેલ વિભાગને મળી ચૂક્યો છે.
ફોગાટને રકમ દેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.