પૂરન નિષ્ફળ
લખનઉ
તા.22: એડન માર્કરમ (પ2) અને મિચેલ માર્શ (4પ) વચ્ચે પહેલી વિકેટની 60 દડામાં 87 રનની
ભાગીદારી છતાં દિલ્હી કેપિટલ્સ સામેના મેચમાં હોમ ટીમ લખનઉ સુપર જાયન્ટસ ટીમ 20 ઓવરના
અંતે 6 વિકેટે 1પ9 રનના સીમિત સ્કોર સુધી પહોંચી શકી હતી. દિલ્હીની ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગ
સામે આખરી 10 ઓવરમાં એલએસજી ટીમ 72 રન જ ઉમેરી શકી હતી અને આ દરમિયાન પ વિકેટ ગુમાવી
હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી મીડીયમ પેસર મુકેશ કુમારે કાતિલ બોલિંગ કરીને 33 રનની
4 વિકેટ લીધી હતી. ઈનિંગની આખરી ઓવરમાં તેની ઓવરના પહેલા ત્રણ દડામાં આયુષ બદોનીએ ઉપરાઉપરી
ત્રણ ચોક્કા ફટકાર્યાં હતા. આ પછી મુકેશ કુમારે વાપસી કરી બાકીના ત્રણ દડામાં આયુષ
બદોની (36) અને એલએસજી કેપ્ટન ઋષભ પંત (0)ને બોલ્ડ કર્યાં હતા. આથી લખનઉની ઇનિંગ 1પ9
રને અટકી ગઇ હતી.
એડન
માર્કરમે સતત બીજી અર્ધસદી કરીને 33 દડામાં 2 ચોક્કા-3 છક્કાથી બાવન રન કર્યાં હતા.
જયારે મિચેલ માર્શ 36 દડામાં 3 ચોક્કા-1 છક્કાથી 4પ રને આઉટ થયો હતો. ફટકાબાજ નિકોલસ
પૂરન 9 અને અબ્દુલ સમદ 2 રન જ કરી શકયા હતા. મિલર 1પ દડામાં 14 રને નોટઆઉટ રહ્યો હતો.
આયુષ બદોનીએ 21 દડામાં 6 ચોકકાથી 36 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી મુકેશની
4 વિકેટ અને ચમિરા તથા સ્ટાર્કની 1 વિકેટ રહી હતી.