IPLમાં ત્રીજા નંબરનો સૌથી મોટો સ્કોર કર્યો : રાહુલ અને નીતિશ વચ્ચે બીજી સૌથી મોટી ભાગીદારી
નવી
દિલ્હી, તા. 25 : આઇપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન કે એલ રાહુલે પંજાબ
કિંગ્સ સામે શનિવારે તોફાની ઇનિંગ રમી હતી. રાહુલે નોટઆઉટ 152 રન કર્યા હતા, જેમાં
16 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા. આ તોફાની ઇનિંગની મદદથી કેએલ રાહુલે ઘણા દિગ્ગજોના
રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે.
રાહુલનો
152 રનનો સ્કોર આઇપીએલ ઈતિહાસના સૌથી મોટા સ્કોરમાં સામેલ થયો છે.તેની આગળ માત્ર ક્રિસ
ગેલ (175 રન) અને બ્રેન્ડન મેક્કુલમ (158 રન) છે. એટલે કે રાહુલ યાદીમાં ત્રીજા ક્રમાંકે
પહોંચ્યો છે. આ ઉપરાંત આઇપીએલની સૌથી મોટી ઇનિંગ રમનારા ભારતીયોની યાદીમાં ટોચના સ્થાને
હવે છે. ટી20માં 150 પ્લસ સ્કોર કરનારો બીજો ભારતીય પણ રાહુલ બન્યો છે. આ પહેલા તિલક
વર્મા 150થી વધુ રન કરી શક્યો છે. જો કે તિલકની ઇનિંગ ઘરેલુ મેચમાં હતી. આઇપીએલમાં
150 પ્લસ રન કરનારો પહેલો ભારતીય કે એલ રાહુલ છે.
મુકાબલા
રાહુલે નીતિશ રાણા સાથે મળીને 220 રનની જોરદાર ભાગીદારી કરી હતી. આ આઇપીએલ ઈતિહાસની
બીજી સૌથી મોટી ભાગીદારી છે. યાદીમાં ટોપ ઉપર એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીની
229 રનની ભાગીદારી છે.
આઇપીએલમાં
સૌથી વધારે રન કરનારા બેટ્સમેનોમાં પણ રાહુલ ઉપર આવી રહ્યો છે. વર્તમાન સમયે કોહલી
8989 રન સાથે ટોચના સ્થાને છે. રોહિત શર્મા 7183 અને શિખર ધવન 6769 રન સાથે આગળ છે.
રાહુલનાં નામે 5500થી વધારે રન થયા છે. જે લીગના સૌથી ભરોસાપાત્ર ખેલાડીઓમાં રાહુલને
સામેલ કરે છે. રાહુલની આ આઇપીએલ કારકિર્દીની છઠ્ઠી સદી હતી. જેનાથી તે ક્રિસ ગેલની
બરાબરીએ પહોંચ્યો છે. સૌથી વધારે આઠ સદી હજી પણ કોહલીના નામે છે.