ધર્મશાલા, તા.12 : પંજાબ કિંગ્સને સતત ચોથી હાર મળી છે. ગઈકાલના મેચમાં શ્રેયસ અય્યરની ટીમ સામે દિલ્હી કેપિટલ્સનો વિજય થયો હતો. આ મેચમાં પણ પંજાબના ફિલ્ડર્સે બે કેચ છોડયા હતા. સીઝનમાં તે 19 કેચ છોડી ચૂક્યા છે અને આ મામલે ટોચ પર છે.
મેચ
બાદ પંજાબના કપ્તાન શ્રેયસ અય્યરે કહ્યું કે અમે ફરી એકવાર ખરાબ ફિલ્ડિંગ અને બોલિંગને
લીધે મેચમાં પાછળ રહી ગયા. ધર્મશાલાની પીચ મુશ્કેલ હતી. મારું માનવું છે કે અમે 20-2પ
રન વધુ કર્યા હતા, પણ ખરાબ બોલિંગ અને નબળી ફિલ્ડિંગને લીધે અમે તક ગુમાવી દીધી. ચહલને
એક પણ ઓવર ન આપવા વિશેના સવાલ પર અય્યરે કહ્યું કે તેને ઓવર આપવાનો વિચાર હતો, પણ આ
પીચ ઝડપી બોલરોને મદદ કરી રહી હતી. મને એમ હતું કે અમારા બોલર લાઇન-લેન્થ જાળવી શકશે,
પણ એવું થયું નહીં. અમારો 210 રનનો સ્કોર સારો હતો જે બચાવી શકાય તેમ હતો.