માળિયા મિંયાણા, તા.1: માળિયા મિંયાણા નજીક જૂના ઝઘડાના મનદુ:ખમાં ફાયરીંગ કરી હોટેલ સંચાલકને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ છે. માળીયા મિંયાણામાં બસ સ્ટેન્ડ પાસે રહેતા હૈદરભાઈ સુમારભાઈ મોવર સહિતનાઓએ નેશનલ હાઈવે પર આવેલી મુસાભાઈ મામદભાઈ મોવરની હોટલ પર શફિર મુસાભાઈ મોવર પર અગાઉ ફાઈરીંગ કર્યા હતા અને તેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
ત્યારબાદ ગઈકાલે હૈદરભાઈ મોવર
અને સફીર મુસાભાઈ મોવર બન્ને વચ્ચે રકઝક થતા કારના કાચ ફૂટયા હતા. ત્યાર બાદ આજે મોડી
સાંજે માળિયા મિંયાણા બસ સ્ટેન્ડ પાસે હૈદરભાઈ સુમારભાઈ મોવર પોતાના ઘેર બેઠા હતા ત્યારે
સફીર મુસાભાઈ મોવર આવ્યો હતો અને ધડાધડ ફાયરીંગ કરી નાસી છૂટયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત
હાલતમાં હૈદરભાઈ મોવરને મોરબીની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન
મોત નીપજ્યું હતું. આ બનાવ બનતા ખાખીનો ખોફ જ ન હોય તેમ છાસવારે બનતા બનાવથી પોલીસ
પર અનેક સવાલો ઉભા થાય છે. આ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.