• સોમવાર, 15 જૂન, 2026

કોનલીની સદી : બાંગલાદેશ સામે ત્રીજા વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો 1 વિકેટે રોચક વિજય શ્રેણી 2-1થી બાંગલાદેશનાં નામે રહી

મિરપુર, તા.14 : યુવા બેટર કૂપર કોનલીની અણનમ સદીની મદદથી ત્રીજા અને અંતિમ વન ડે મેચમાં બાંગલાદેશ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો રસાકસી બાદ 3 દડા બાકી રહેતા 1  વિકેટે રોમાંચક વિજય થયો હતો. શ્રેણી 2-1થી બાંગલાદેશના નામે રહી હતી. પ્લેયર ઓફ ધ મેચ કૂપર કોનલીએ 134 દડામાં 13 ચોક્કા અને 6 છક્કાથી 149 રને આઉટ થયો હતો. તે નવમી વિકેટના રૂપમાં 48મી ઓવરમાં આઉટ થયો હતો ત્યારે જીત માટે ઓસ્ટ્રેલિયાને 4 રનની જરૂર હતી. ઝમ્પાએ અંતિમ ઓવરના ત્રીજા દડે ચોક્કો ફટકારી ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. બાંગલાદેશના પ વિકેટે 274 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાના 49.3 ઓવરમાં 9 વિકેટે 277 રન થયા હતા.

કોનલી સિવાય ઓસિ. તરફથી લાબુશેને 29 અને ગ્રીન-ઓલિવરે 27-27 રનનું યોગદાન આપ્યું હતું. બાંગલાદેશ તરફથી શોરિફૂલ ઇસ્લામે 6 વિકેટ ઝડપી હતી. આ પહેલા બાંગલાદેશ તરફથી તૌહિન હ્યદયે 83, લિટન દાસે પ8 અને મોસદાક હુસેને પ6 રન કર્યા હતા. ઓસિ. તરફથી બાર્ટલેર અને રોનશોએ 2-2 વિકેટ

લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક