• મંગળવાર, 28 નવેમ્બર, 2023

કોહલીને આઉટ કર્યા બાદ એક લાખ દર્શકોને ખામોશ કરવા એ સૌથી સંતોષજનક પળ: કમિન્સ ભારતની ભૂમિ પર વિશ્વ કપ જીતવો વિશેષ ઉપલબ્ધિ ગણાવી

અમદાવાદ, તા.20: ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા કપ્તાન પેટ કમિન્સ માટે ફાઇનલમાં વિરાટ કોહલીને આઉટ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત એક લાખ દર્શકોને ખામોશ કરવા સૌથી સંતોષજનક પળ રહી. ફાઇનલમાં ભારતને 6 વિકેટે હાર આપીને કમિન્સ વિશ્વ કપ ટ્રોફી જીતનારો ઓસ્ટ્રેલિયાનો પાંચમો કેપ્ટન બન્યો છે.

મેચ બાદની પત્રકાર પરિષદમાં કમિન્સે કહ્યંy કે, આ અવિશ્વસનીય છે. વન ડે વર્લ્ડ કપ જીતવો ઘણો ખાસ છે.  ખાસ કરીને ભારતમાં આટલા દર્શકો સામે. આ વર્ષ અમારા માટે ઘણું ખાસ રહ્યંy. આ જ એ પળ છે જે જિંદગીભર યાદ રહેશે. જે ચાર વર્ષમાં એકવાર આવે છે.

કોહલી જ્યારે પ4 રને ક્રિઝ પર હતો ત્યારે કમિન્સના બોલમાં તે આઉટ થયો હતો જ્યારે કમિન્સને એવો સવાલ થયો કે શું દર્શકોમાં સન્નાટો ફેલાવી દેવાની આ પળ તમારા માટે સૌથી સંતોષજનક રહી? જેના જવાબમાં કમિન્સે કહ્યંy, હા સાચી વાત છે. આ પળ ઘણી સંતોષજનક રહી. અમે દર્શકોની શાંતિ સ્વીકારવા માટે એક સેકન્ડનો સમય લીધો હતો. એવું લાગી રહ્યંy હતું કે કોહલી વધુ એક સદી કરશે, પણ અમે તેને આઉટ કરવામાં સફળ રહ્યા.

આ તકે કમિન્સે જણાવ્યું કે વન ડે વિશ્વ કપ ચાલુ રહેવો જોઈએ. વિશ્વ કપ દરમિયાન મને ફરી વન ડે ફોર્મેટથી પ્યાર થઇ ગયો છે. વિશ્વ કપનો સમૃધ્ધ ઇતિહાસ છે. મને વિશ્વાસ છે કે વન ડે ક્રિકેટ ભુલાશે નહીં અને વિશ્વ કપ લાંબા સમય સુધી રમાશે. અમારા માટે આ વર્ષ યાદગાર બની રહ્યંy. આપને ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે કેટલાક બલિદાન આપવા પડે છે.

કમિન્સે જણાવ્યું કે, હોટેલની બારીમાંથી મેં જોયું તો બ્લ્યૂ રંગનો કાફલો સ્ટેડિયમ ભણી આગળ વધી રહ્યો હતો. ત્યારે હું થોડો બેચન બની ગયો હતો. હું જ્યારે ટોસ ઉછાળવા જઈ રહ્યો હતો ત્યારે હજારો દર્શકો બ્લ્યૂ રંગમાં દેખાઈ રહ્યા હતા. આ અનુભવ ક્યારેય પણ ભુલાશે નહીં. આ એક શાનદાર દિવસ હતો. સારી વાત એ રહી કે વધુ સમય સુધી સ્ટેડિયમમાં શોર મચ્યો નહીં. કાંગારુ કપ્તાને ફાઇનલમાં સદી કરનાર ટ્રેવિસ હેડની પ્રશંસામાં કહ્યંy કે, તેની જીતમાં વિશેષ ભૂમિકા રહી.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે કમિન્સની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો હતો.

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023