• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

યુવા મહિલા એશિયા કપમાં ભારતીય ટીમ સતત બીજીવાર ચેમ્પિયન

ફાઇનલમાં બાંગલાદેશ સામે 46 રને ભવ્ય વિજય

બેંકોક, તા.22: મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ ચેમ્પિયન બની છે. રવિવારે બેંકોકમાં રમાયેલા ફાઇનલમાં ભારતીય મહિલા એ ટીમનો બાંગલાદેશ સામે 46 રને ભવ્ય વિજય થયો હતો. ભારતીય ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 134 રનના જવાબમાં બાંગલા મહિલા ટીમ 19.1 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય મહિલા એ ટીમ સતત બીજીવાર એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટનો ખિતાબ કબજે કર્યોં છે. આ ટૂર્નામેન્ટ પહેલીવાર 2023માં હોંગકોંગમાં રમાઈ હતી ત્યારે પણ ફાઇનલમાં બાંગલાદેશને હાર આપી ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બની હતી.

ભારતીય યુવા ટીમ તરફથી તેજલ હસબનીસે 34 દડામાં 3 ચોક્કા અને 2 છક્કાથી પ1 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણી પ્લેયર ઓફ ધ ફાઇનલ બની હતી જ્યારે કપ્તાન રિચા ઘોષે 36 રન કર્યા હતા. 44 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ આ બન્ને વચ્ચે 69 રનની ભાગીદારી થઇ હતી. બાંગલાદેશની ફાહિમા ખાતૂનને 4 વિકેટ મળી હતી.

13પ રનના વિજય લક્ષ્ય સામે બાંગલાદેશની કોઇ બેટર ક્રિઝ પર ટકી શકી ન હતી. આથી 88 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતની પ્રેમા રાવતને 3 વિકેટ મળી હતી. સોનિયા અને તનુજાને 2-2 વિકેટ મળી હતી

ઇ-પેપરના નવા શુલ્ક