• સોમવાર, 27 મે, 2024

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં જગ્યા પાક્કી કરી

ક્વોલિફાયરના સેમીફાઇનલમાં કજાકિસ્તાનની રેસલરને હરાવી : અંશુ મલિકને પણ સફળતા

નવી દિલ્હી, તા. 21 : ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટે મહિલા 50 કિલો ભાર વર્ગમાં ઓલિમ્પિક કોટા મેળવ્યો છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં જારી એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરના સેમીફાઇનલમાં વિનેશે કજાકિસ્તાનની લૌરા ગનિક્યજીને હરાવીને ઉપલબ્ધી મેળવી હતી. વિનેશે  50 કિલો ભાર વર્ગના સેમીફાઇનલમાં ગનિક્યજીને 10-0થી હરાવી હતી. આ ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પહોંચનારા પહેલવાનોને પોતાના દેશ માટે પેરિસ ઓલિમ્પિક 2024નો કોટા મળશે.

વિનેશે ટૂર્નામેન્ટના શરૂઆતી મેચમાં કોરિયન પ્રતિદ્વંદ્વી રાન ચિયોનને એક મિનિટ 39 સેકન્ડ ચાલેલા મુકાબલામાં હરાવી હતી જ્યારે બાદના મુકાબલામાં 67 સેકન્ડમાં કંબોડિયાની એસમાનાંગ ડિટને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે સેમીફાઇનલમાં જીત સાથે મોટી ઉપલબ્ધી મેળવી છે. બીજી તરફ અંશુ મલિકે પણ વુમન્સ 57 કિલો ભારવર્ગમાં ભારત માટે કોટા મેળવ્યો છે. અંશુએ ઓલિમ્પિક ક્વોલિફાયર સેમીફાઇનલમાં ઉઝબેકિસ્તાનની રેસલરને 10-0થી હરાવી હતી. જો કે માનસીને 62 કિલો ભારવર્ગમાં હારનો સામનો કરવો પડયો હતો અને કોટા મેળવવામાંથી ચૂકી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક