• સોમવાર, 27 મે, 2024

IPLમાં 200 વિકેટ લેનાર ચહલ પહેલો બોલર

જયપુર, તા.22: ફિરકી સ્પિનર યજુર્વેન્દ્ર ચહલે ઇતિહાસ રચ્યો છે. આઇપીએલમાં 200 વિકેટ લેનારો તે પહેલો બોલર બન્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ વિરુધ્ધના આજના મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના સ્પિનર ચહલે મોહમ્મદ નબીને કોટ એન્ડ બોલ કરીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. આઇપીએલની વર્તમાન સીઝનમાં ચહલના પર્પલ કેપનો પણ દાવેદાર છે. યજુર્વેન્દ્ર ચહલે આઇપીએલના તેના 1પ3મા મેચમાં 200 વિકેટ પૂરી કરી છે. તેના પછી બીજા સ્થાન પરના ડવેન બ્રાવોના નામે 161 મેચમાં 183 વિકેટ છે. તે નિવૃત્તિ લઇ ચૂક્યો છે.

આઇપીએલમાં પ0 વિકેટે પહોંચનાર પહેલો બોલર આરપી સિંઘ હતો. તેણે 2010ની સીઝનમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. જયારે 100 અને 1પ0 વિકેટ લેનારો મલિંગા પહેલો બોલર હતો. તેણે અનુક્રમે 2013 અને 2017માં આ સિદ્ધિ નોંધાવી હતી. હવે ચહલ 200 વિકેટે પહોંચનારો પહેલો બોલર બન્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક