સિડની, તા.1પ : ઓસ્ટ્રેલિયા સામેના વરસાદગ્રસ્ત પ્રથમ મહિલા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતનો ડીએલ નિયમથી 21 રને વિજય જાહેર થયો હતો. 134 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતીય મહિલા ટીમના પ.1 ઓવરમાં 1 વિકેટે પ0 રન થયા હતા ત્યારે વરસાદને લીધે રમત અટકી હતી. જે બાદમાં શક્ય બની ન હતી. આથી ડકવર્થ લૂઇસ નિયમથી ભારતીય ટીમને 21 રને વિજેતા જાહેર કરાઈ હતી. પ્લેયર ઓફ ધ મેચ અરુંધતિ રેડ્ડીએ 4 ઓવરમાં 22 રનમાં 4 વિકેટ ઝડપી હતી. રેણુકા સિંહ અને શ્રી ચારણીને 2-2 વિકેટ મળી હતી. 3 મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું છે જ્યારે શેફાલી વર્મા 11 દડામાં 1 ચોક્કા-2 છક્કાથી 21 રને આઉટ થઈ હતી.
સ્મૃતિ
મંધાના 17 દડામાં 16 રને અને જેમિમા રોડ્રિગ્સ 3 દડામાં 9 રને નોટઆઉટ રહી હતી. અગાઉ
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો ધબડકો થયો હતો અને 18 ઓવરમાં 133 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં
જોર્જિયા વેરહામના 30, ફિબી લિંચફિલ્ડના 26 અને એલિસ પેરીના 20 રન મુખ્ય હતા.